સર્વોત્તમ ડેરીની ૨૩મી વાર્ષિક સાધારણ સભા મળી

  • August 30, 2024 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સર્વોત્તમ ડેરીની ૨૩મી વાર્ષિક સાધારણ સભા સંઘના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષસ્થાને તા. ૨૮/૦૮/૨૦૨૪ ના રોજ સર્વોત્તમ દાણ ફેક્ટરી મુ. સર ખાતે મળી જેમાં સંઘના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષી, ડાયરેક્ટરો તથા સભાસદ મંડળીઓના પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા અને એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.                                       
૨૩મી વાર્ષિક સાધારણ સભાના તમામ ઠરાવો સર્વાનુમતે પસાર થયા બાદ સભામાં ઉપસ્થિત રહેલ ૯૪% સભાસદ મંડળીના પ્રતિનિધિઓનું સ્વાગત પ્રવચન સંઘના ડાયરેક્ટર માવજીભાઇ ભાલીયાએ કર્યું હતું, સને.૨૦૨૩-૨૪માં જિલ્લામાં સૌથી વધારે સેક્સ સિમેન ડોઝ આપનાર ૧ થી ૧૦ ક્રમ મેળવનાર મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું
સંઘના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે દૂધ ઉત્પાદકોનું જીવન સ્તર ઉંચુ લાવવા માટેની જે પ્રવૃત્તિઓ સંઘ દ્વારા ચલાવવામાં આવે છે તેના વિકાસની ઝાંખી કરાવી અને જે મંડળીઓ આ પ્રવૃત્તિઓમાં ઓછો રસ લેતી હોય તેને આ કાર્યો વધારેમાં વધારે અપનાવી દૂધ ઉત્પાદકોને વધારેમાં વધારે લાભ થાય તેવા પ્રયત્નો કરવા માટે હાંકલ કરેલ. તે અંતર્ગત વડાપ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા સહકારથી સમૃદ્ધિ વધે તેવા પ્રયત્નો કરવા તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા સહકારી ક્ષેત્રને મહત્વનું અંગ ગણાવી પ્રાકૃતિક ખેતી અપનાવવા હાંકલ કરેલ તે વિશે વિસ્તૃત સમજણ આપી હતી. તેમજ સંઘની વિકાસ ગાથા, ખેડૂતને બે પાંદડે કરવા માટે સર્વોત્તમ દાણનો વપરાશ, મોંઘા પશુધનને દૂધ ઉત્પાદકતા વધારવા માટે સેક્સ સિમેન ડોઝનો વધુ ઉપયોગ તથા આગામી સમયનું આયોજન સંઘના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ આર જોષીએ પોતાની રસાળ શૈલીમાં કર્યું હતુંઆભાર વિધિ સંઘના ડાયરેક્ટર મૂળરાજસિંહ પરમારે કરી હતી તેમજ સમગ્ર સભાનું સફળ સંચાલન સંઘના ચીફ જનરલ મેનેજર વાય.એચ.જોષીએ કરી હતી. સાધારણ સભામાં દર વર્ષની માફક આ વર્ષે પણ ૧૫% ડિવિડન્ડ ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યું હતું આથી ઉપસ્થિત રહેલ મંડળીના પ્રતિનિધિઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application