હળદર છે અનેક સમસ્યાનો અક્સર ઈલાજ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રસોડામાં રહેલી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીને શર્રીરની નાની-નાની સમસ્યાઓને દૂર કરી શકાય છે.આપણાં રસોડામાં રહેલી એવી જ એક ઔષધી એટલે હળદર.  હળદરના કેટલાક નુસખાઓ તમારા શરીરની ઘણી સમસ્યાને દવાઓ વિના જ ઠીક કરવામાં સો ટકા રિઝલ્ટ આપે છે. તો તમે પણ જાણી લો હળદરના આ ઘરગથ્થું નુસખા

 

*જો ક્યારેય દાઝી ગયા હોઈ કે શરીરની કોઈ પણ જગ્યાએ કોઈ કાપ પડે તો હળદરને લગાવી દેવાથી ત્યાં લોહી નીકળતું બંધ થઈ જાય છે.અને દાજેલી જગ્યા પર ફોલ્લા પણ પડતા નથી. 

 

*અડધી ચમચી હળદરને થોડી શેકીને મધ સાથે લેવાથી ગળું બેસી જવું તથા ઉધરસ જેવી સમસ્યામાં રાહત મળે છે.

 

*ચહેરા પર અડધી ચમચી હળદર પાઉડર, અડધી ચમચી ચંદન પાઉડર અને કડવા લીમડાના ૩-૪ પાંદડાને વાટી મિક્સ કરીને લગાવવાથીચહેરાની સુંદરતા વધે છે.

 

*દરરોજ ૧ નાની ચમચી હળદર પાઉડર, ૧ ગ્લાસ ગરમ દૂધમાં નાખીને  પીવાથી શરીરની રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો થાય છે.  

 

*શરીરના કોઈ અંગમાં મચકોડ આવે તો એક જાડી રોટલી બનાવી તેના પર સરસિયાનું તેલ તથા હળદર નાખી, ગરમ રોટલીને મચકોડવાળી જગ્યાએ બાંધવાથી મચકોડમાં અને સોજામાં તરત રાહત થાય છે.

 

*સૂતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં ઘણી રાહત થાય છે.

 

*  હરસ-મસા જેવી સમસ્યામાં હળદરને શુદ્ધ ઘી માં મિક્ષ કરી હરસ-મસા પર લગાવવાથી બહુ જલ્દી રાહત મળે છે અને બળતરા પણ દૂર થાય છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS