એરપોર્ટ મેઇન રોડ પરની ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતા સેન્ટ્રલ જીએસટીના આસીસ્ટન્ટ કમિશનરના બંધ મકાનને નિશાન બનાવી ર.48 લાખની મત્તાની ચોરી કરવામાં આવી હતી. એલસીબી ઝોન-2 ની ટીમે ગાંધીધામના શખસને ઝડપી લઇ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસે આરોપી પાસેથી રૂ.3.86 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.હાલનો આરોપી તથા તેનો સાથીદાર રાધનપુરથી અહીં રાજકોટમાં બસમાં આવ્યા બાદ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.બંને આરોપી મૂળ રાધનપુરના વતની હોય અને અહીં છોટુનગર વિસ્તારમાં સંબંધીને ત્યા આવતા જતા હોય જથી તેઓ આ વિસ્તારથી અહીંના વિસ્તારથી પરિચિત હતાં. પોલીસે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, એરપોર્ટ પર ઇન્કમટેકસ સોસાયટીમાં રહેતા ફરિયાદી શિવદાસભાઈ મેનન પરિવાર સાથે દ્વારકા અને સોમનાથ દર્શન કરવા ગયા હતા દરમિયાન તેના બંધ મકાનને નિશાન બનાવી રૂ.2.48 લાખની ચોરી થઇ હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
ચોરીના આ બનાવને લઇ એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ. ઝાલા, તથા સ્ટાફ રાહુલભાઈ ગોહેલ,રાજેશભાઈ મિયાત્રા અને ગાંધીગ્રામના ભગીરથસિંહ જાડેજા,સબીરભાઈ શેખ,પ્રશાંતભાઈ ગજેરા અને રોહિતદાન ગઢવી સહિતનાઓએ લગભગ 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કયર્િ હતા. જેમાંથી એક કેમેરામાં બંને તસ્કરો કેદ થઇ ગયા હતા. એટલું જ નહીં બંને પગપાળા ચોરી કરીને એસટી બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યાની માહિતી મળી હતી. જેના આધારે તપાસ આગળ ધપાવી ચોરીમાં સંડોવાયેલા કૈલાશ મધાભાઈ ચાંગાવડિયા (ઉ.વ.30, રહે. ગાંધીધામ)ને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં રાધનપુરના સાંતલપુર તાલુકાના વારાહી ગામના કિશોર માવજી વારૈયાની પણ સંડોવણી ખુલી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, બંને તસ્કરો મૂળ રાધનપુરના છે. રાધનપુરથી બસમાં અહીં ચોરી કરવા આવ્યા હતા. રાજકોટના વિસ્તારોથી પરિચિત હતા. બંને તસ્કરો દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરી મોડીરાત્રે તેમાં ત્રાટકતા હતા. લોખંડના સળિયાથી મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર કબાટમાંથી હાથ સાફ કરી લેવાની ટેવ ધરાવે છે. જે મુજબ ઇન્કમટેક્સ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા તસ્કર કૈલાસ પાસેથી સોનાની બે બંગડી, સોનાના બે ચેન, બે કાંડા ઘડિયાળ, રોકડા 40 હજાર અને એક મોબાઇલ સહિત કુલ 3.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ વોન્ટેડ તસ્કર કિશોર વિરૂધ્ધ ગાંધીધામ, આદિપુર અને પાટણમાં ચોરી,મારામારીના પાંચેક ગુના નોંધાઇ ચૂકયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech