ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરએ કેરળના વાયનાડ જિલ્લાના ચુરામાલામાં મોટા ભૂસ્ખલન પહેલાં અને પછી તેના ઉપગ્રહો દ્વારા લેવામાં આવેલા હાઈ -રિઝોલ્યુશન ફોટાઓ જાહેર કયર્િ છે. આ ભૂસ્ખલનથી મોટા પાયે વિનાશ થયો અને 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ તસવીરો કાર્ટોસેટ-3 અને રીસેટ ઉપગ્રહો દ્વારા અનુક્રમે 22 મે (ઘટના પહેલા) અને 31 જુલાઈ (ઘટના પછી) લેવામાં આવી હતી.
એનઆરએસસી દ્વારા તેની વેબસાઈટ પર ટુંકાવર્ણન સાથે ફોટા પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેમાં ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે. ફોટા સાથે જોડાયેલ સંક્ષિપ્ત નોંધમાં, એનઆરએસસીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે કેરળના વાયનાડ જિલ્લાના ચુરમાલા નગરમાં અને તેની આસપાસ મોટો કાટમાળ વહેવા લાગ્યો હતો. 31 જુલાઈની ખૂબ જ હાઈ રિઝોલ્યુશનની તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે પ્રવાહની અંદાજિત લંબાઈ 8 કિમી છે. એનઆરએસસીએ જણાવ્યું હતું કે કાટમાળના પ્રવાહને કારણે કિનારા પરના મકાનો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે.
બીજા ફોટા પરની એક નોંધમાં કહેવામાં આવ્યું છે કે, ભારે વરસાદને કારણે કેરળ રાજ્યના વાયનાડ જિલ્લામાં ચુરમાલા નગર અને તેની આસપાસ મોટા પ્રમાણમાં કાટમાળ વહેવા લાગ્યો. એનઆરએસસીએ કહ્યું, ભૂસ્ખલન શિખરનું 3ડી રેન્ડરિંગ દશર્વિે છે કે પહાડી ઢોળાવનો મોટો ભાગ પ્રભાવિત થયો છે. ભૂસ્ખલનનો વિસ્તાર 86,000 ચોરસ મીટર છે. શિખર એમએસએલ ઉપર લગભગ 1,550 મીટરની ઉંચાઈ પર આવેલું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech