શાપર વેરાવળ પોલીસે દારૂના બે અલગ- અલગ દરોડાઓમાં પડવલા ગામની સીમમાં કારખાનાના પ્લાન્ટ પાસેથી 72 બોટલ દારૂના જથ્થા સાથે બેને ઝડપી લીધા હતા અને બેના નામ ખુલ્યા હતા. જ્યારે શાપરમાં રહેતા શખસના મકાનમાંથી પોલીસે રૂપિયા 36,000 ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો કબજે કર્યો હતો.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે અહીં પડવલા ગામની સીમમાં સરદાર ઇન્ડસ્ટ્રીઝ એરીયા ઓમ એન્ટરપ્રાઇઝના પ્લાન્ટમાં પોલીસે દરોડો પાડી અહીં બેલાના પ્લાન્ટમાં ઓરડી પાછળથી રૂપિયા 27,000 ની કિંમતનો 72 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
પોલીસે દારૂના આ જથ્થા સાથે અજયસિંહ છોટુભા ચુડાસમા (ઉ.વ 35 રહે. હાલ વેરાવળ, મૂળ ઉંચડી તા. ધંધુકા) અને દેવ રાજુભાઈ જોષી(ઉ.વ 19 રહે. વેરાવળ હાઉસિંગ સોસાયટી મૂળ, સુરેન્દ્રનગર)ને ઝડપી લીધા હતા. પોલીસે આ બંને શખસોની પૂછતાછ કરતા દારૂ પ્રકરણમાં અન્ય બે આરોપીઓ યશરાજ રાઠોડ (રહે. શાપર, ભક્તિધામ સોસાયટી) અને કરણ રાજુભાઈ મહેતા(રહે.શાપર ભક્તિધામ સોસાયટી) ના નામ ખુલ્યા હતા. જેથી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી અન્ય બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના અન્ય દરોડામાં શાપર વેરાવળ પોલીસે અહીં શાપરમાં શ્રીનાથજી સોસાયટી શેરી નંબર-1 માં રહેતા નિતેશ વાસાણી નામના શખસે પોતાના મકાનમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાથી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં ઘરમાં તપાસ કરતા મકાનમાંથી દારૂની 60 બોટલ અને બિયરના 92 ટીમ સહિત રૂ. 36,475 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂના આ જથ્થા સાથે અહીં રહેતા નિતેશ વસ્તાભાઈ વસાણી (ઉ.વ 35 રહે. હાલ શાપર શ્રીનાથજી સોસાયટી, મૂળ છાસિયા તા.વીંછિયા) ને ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech