જામનગરના બેડી નજીકના દરિયા વિસ્તારમાં બેડી મરિન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન વધુ એક માછીમારી બોટનો ટંડેલ પોતાને મળેલી પરમિટ કરતાં વધારે ક્રૂ મેમ્બર લઈને માછીમારી કરવા જઈ રહ્યો હોવાથી પોલીસની ટીમ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે બેડી મરીન પોલીસ મથકમાં પરમિટ ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગર ના બેડી વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતો ઈશા દાઉદભાઈ સોઢા નામનો માછીમાર યુવાન 'યા અલી પીરાણી' નામની માછીમારી બોટ ધરાવે છે, જેમાં બોટનું રજીસ્ટ્રેશન કરાવીને કુલ ત્રણ ક્રૂ મેમ્બર ની પરમીટ મેળવી હતી, અને તેણે ત્રણ ક્રૂ મેમ્બર સાથે દરિયામાં માછીમારી કરવાની છૂટ હોય છે.
પરંતુ ગઈકાલે પોતાની માછીમારી બોટમાં વધુ ૧ મેમ્બરને સાથે રાખીને દરિયામાં ઊતર્યો હોવાથી ચેકિંગ દરમિયાન બેડી મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.એસ.પોપટ અને તેમની ટિમ ને ધ્યાનમાં આવ્યું હતું.
જેથી તેઓએ જાતે ફરિયાદી બની બોટના ટંડેલ ઇશા દાઉદભાઈ સોઢા સામે પરમીટ ભંગ અંગેની ગુજરાત ફિશરિઝ એક્ટ ની કલમ ૨૧ (૧) ચ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં બોટ ના ટંડેલની અટકાયત કરી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો વિજય: ટીમને મળ્યા 20 કરોડ, ન્યૂઝીલેન્ડને 10 કરોડનું ઈનામ
March 09, 2025 11:06 PMચેમ્પિયન્સ ટ્રોફી જીતનો જશ્ન: રાજકોટ-અમદાવાદ-સુરતમાં લોકો રસ્તા પર ઉતર્યા
March 09, 2025 10:38 PMICC Champions Trophy: ભારત બન્યુ ચેમ્પિયન, ન્યુઝીલેન્ડ સામે શાનદાર જીત, દેશમાં ઉજવણીનો માહોલ
March 09, 2025 09:50 PMઉનાળામાં ગ્લોઈંગ સ્કીન માટે ચહેરા પર કઈ વસ્તુઓ લગાવવી જોઈએ?
March 09, 2025 06:14 PMCPCBના નવા રિપોર્ટમાં ખુલાસો - 'મહાકુંભ દરમિયાન ગંગા-યમુનાનું પાણી સ્નાન માટે યોગ્ય હતું'
March 09, 2025 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech