ભારતમાં કોરોનાનો કહેર ચરમસીમાએ પહોંચી ચુક્યો છે ત્યારે કર્ણાટકમાં એક કોવિડ હોસ્પિટલ કોરોનાના દર્દી નહીં આવી રહ્યા હોવાથી બંધ કરવામાં આવી રહી છે.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આવેલ દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર 15 સપ્ટેમ્બરના રોજ બંધ કરવામાં આવશે. ઓછા અને સામાન્ય લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરેલ કોવિડ કેર સેન્ટરને તાળા લાગવાના છે. દસ હજાર બેડની વ્યવ્સ્થા કરાયેલ કેર સેન્ટરને મુખ્યમંત્રીની આગેવાનીમાં યોજાયેલ બેઠકમાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હોમ કોરોન્ટાઈનની સુવિધા બાદ કોવિડ કેર સેન્ટરમાંદર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો. હાલમાં કર્ણાટકમાં 99,285 કોરોનાના પોઝિટિવ કેસ છે. જ્યારે 6,393 લોકોને કોરોના ભરખી ગયો છે. આવી સ્થિતિ વચ્ચે લોકો કોરોનાના હલકા લક્ષણો દેખાતા ઘરે જ આઈસોલેટ થવાનું પસંદ કરે છે અને દેશના મોટા કોવિડ કેસ સેન્ટરને બંધ કરવા માટે તંત્રને આદેશ કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech