ખંભાળિયામાં આવતીકાલથી બે દિવસ રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન

  • March 12, 2021 10:35 AM 

ખંભાળિયાના રઘુવંશી યુવા ગ્રુપના કાર્યકરો દ્વારા શનિવાર તથા રવિવાર ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળિયાના રઘુવંશી ગ્રુપ દ્વારા જ્ઞાતિના ક્રિકેટ ખેલાડીઓ માટે આગામી શનિવાર તારીખ 13 તથા રવિવાર તારીખ 14મી ના રોજ રઘુવંશી પ્રીમિયર લીગ- આર.પી.એલ. 2021 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ખંભાળિયા નજીક હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં હાપીવાડી ખાતે આવેલા સતીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ બંને દિવસ સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી યોજાયેલા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રઘુવંશી જ્ઞાતિના ખેલાડીઓ વચ્ચે ક્રિકેટ સ્પર્ધા યોજાશે. આ સમગ્ર આયોજન માટે અહીંના અગ્રણી બિલ્ડર તથા ઓઈલ મીલર કમલેશભાઈ કાંતિલાલ વિઠલાણી, સ્વ. ડૉ. જી.એમ. રાયઠઠ્ઠા પરિવાર તથા અગ્રણી એસ્ટેટ બ્રોકર સંદીપભાઈ જટણીયાનો સહયોગ સાંપડ્યો છે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટને નિહાળવા રઘુવંશી જ્ઞાતિજનોને રઘુવંશી ગ્રુપના યુવા કાર્યકરો હાર્દિક મોટાણી, કરણ સવજાણી, નિલેશ મજીઠીયા, મહેશ રાડીયા, રાજ પાબારી, વિરલ બગડાઇ, કુમાર સોમૈયા, નિરવ મપારા તથા મોહિત રાયચુરા તેમજ ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)