ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો ૩૬ થી ૩૮ ડિગ્રી વચ્ચે નોંધાયો છે. ૧૩ સેન્ટરમાં ગરમીનું પ્રમાણ વધારે છે અને હજુ આગામી બે થી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે અને અનેક સેન્ટરમાં ૪૦ ડિગ્રી તાપમાન પહોંચતી જશે તેવી ચેતવણી હવામાન ખાતાએ આપી છે.
સમગ્ર રાયમાં સૌથી ઊંચું તાપમાન નલિયામાં ૩૮ ડિગ્રી અને સૌરાષ્ટ્ર્રમાં રાજકોટમાં ૩૭.૯ ડિગ્રી નોંધાયું છે. આ વર્ષે દેશમાં ગરમી વધુ પડવાની આગાહી વિવિધ એજન્સીઓ દ્રારા કરવામાં આવી છે.
દેશના મોટાભાગના રાયોમાં આજથી વરસાદ શરૂ થયો છે અને આગામી તારીખ ૨૩ સુધી વરસાદ ચાલુ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વિદર્ભથી કેરળ સુધીની દરિયાઈ પટ્ટીમાં વેસ્ટ સેન્ટ્રલ અને તેને સલ નોર્થ વેસ્ટ દિશામાં ટ્રફ જોવા મળે છે. સાથોસાથ એન્ટિ સાઇકલોનિક સિસ્ટમ પણ જોવા મળે છે. તેના કારણે ઝારખડં ઓડિશા, પશ્ચિમ બંગાળ છત્તીસગઢ વિદર્ભ મધ્યપ્રદેશ બિહાર અણાચલ આસામ મેઘાલય નાગાલેન્ડ મણીપુર મિઝોરમ ત્રિપુરા આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં તોફાની પવન ખાતે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હિમાલયન રીજીયનને અસર કરે એવું એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ ૨૦ના એકિટવેટ થશે અને તેના કારણે જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખડં સહિતના વિસ્તારોમાં તારીખ ૨૦ થી ૨૩ સુધી વીજળીના ચમકારા અને મેઘ ગર્જના સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech