લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ પાલાના સમર્થનમાં રાજકોટ જિલ્લા પંચાયતની ભાડલા સીટના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પાખી હાજરીનો મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બનેલ છે.ઓછી હાજરીના મામલે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ એવી કોમેન્ટ કરી છે કે આટલી ઓછી હાજરી કેમ હોઈ શકે? અમે તો વિછીયા અને જસદણ તાલુકામાં વિકાસના જે ભરપૂર કામ કર્યા છે તે જોતા અહીં કીડીયા ઉભરાવું જોઈએ.
સામાન્ય રીતે બાવળિયાની આ પ્રકારની કોમેન્ટ મોટાભાગે ડોકટર ભરતભાઈ બોઘરા તરફ અંગુલી નિર્દેશ કરતી હોય છે. પરંતુ આમાં તેવું પણ જણાતું નથી. કારણકે ભાડલા બેઠક પર જિલ્લા પંચાયતમાં જે સભ્ય ચૂંટાયા છે તે રાજકીય રીતે ડોકટર ભરતભાઈ બોઘરાના જૂથમાં ગણવામાં આવતા નથી.
આ બાબતે વધુ માહિતી મેળવવા માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો ટેલીફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેમનો ફોન નો– રીપ્લાય રહ્યો હતો.
કુંવરજીભાઈ બાવળિયાની ગણતરી સિનિયર અને સિઝન્ડ રાજકારણીમાં થાય છે. ગણતરી વગર અથવા તો અજાણતા તેનાથી કાંઈ આડાઅવળું બોલાઈ જાય તેવું ભાગ્યે જ બનતું હોય છે.પાંખી હાજરીના મામલે તેમણે કરેલું નિવેદન સ્વાભાવિક પ્રક્રિયાના ભાગરૂપે થયું હશે કે ગણતરીપૂર્વકનું? જો ગણતરીપૂર્વકનું હોય તો આમાં તેની શું ગણતરી હશે? તેવા સવાલો રાજકારણમાં અને તેમાં પણ ખાસ કરીને ભાજપના આંતરિક રાજકારણમાં પૂછાઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech