જામનગરમાં બટુકભાઇ ખંઢેરીયા ચેરી. ટ્રસ્ટ દ્વારા ગર્ભાશયના મુખના કેન્સરને નાથવા એચપીવી રસીકરણ અભિયાન

  • June 18, 2021 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગર્ભાશય અને સ્ટેન કેન્સર એ સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર છે, ગર્ભાશયના મુખનું કેન્સર એ વિશ્વનું ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે, એક વર્ષમાં 75000 સ્ત્રીઓ આ રોગ થી મૃત્યુ પામે છે.

આપના સામાજિક રિવાજો, અંગત સ્વચ્છતાનો અભાવ અને લગ્ન બહારના જાતીય સંબંધ, નાની ઉમરે લગ્ન, તથા વારંવાર ટૂંકા અંતરની ગર્ભાવસ્થા વગેરે ગર્ભાશયના મુખના કેન્સર માટે કારણભૂત ગણાય છે.

નવેમ્બર 2020 માં ડબલ્યુએચઓ તરફથી 2030 સુધીમાં વિશ્વભરમાથી ગર્ભાશયના મુખના કેન્સરને નાબૂદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે માટેની માર્ગદર્શિકા મુજબ 10 થી 15 વર્ષ સુધીની 90% દીકરીઓને એચપીવી વેક્સિન અપાઈ જવી જોઈએ. આ રસી આપવાથી સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખના કેંસરની સંભાવના નહિવત રહે છે. આ રસી એક દીકરીને આપવા માટેની બે ડોઝની કિમત સામાજિક લાભાર્થે રૂા. 4200/- થાય છે.

રોટરી ક્લબ ઓફ સેનોરાસ તથા બટુકભાઈ ખંઢેરિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 10 થી 15 વર્ષની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવવા માટે વેક્સિન આપવાનો શુભારંભ ચાપાબેરાજા સ્કૂલની 25 દીકરીઓને વેક્સિંન આપી અને કર્યો હતો, આ કાર્યમાં રમણીકભાઈ શાહ, રો.પીડીજી બિપીનભાઈ વાધર, બિપીનભાઈ જવેરી, નીરુભાઈ કોટેચા, મેહમુદ વહેવારિયા, બટુકભાઈ ખંઢેરીયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા અન્ય મહાનભાવોએ આર્થિક અનુદાન આપેલ હતું.

આ તકે સ્કૂલનાં પ્રિન્સિપાલ, પીઠડિયાભાઈ, સરદારસિંહ જાડેજા તથા ગામના બીજા મહાનુભાવો તથા ગામની મહિલાઓના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

10 થી 15 વર્ષની દીકરીઓને બે ડોઝ તથા 15 થી 25 વર્ષ ની દીકરીઓને 3 ડોઝ આપવા જરૂરી છે. રોટરી ક્લબ ઓફ સેનોરાઝના પ્રેસિડન્ટ ડો.પ્રવિણાબેન સંતવાણીએ સૌથી પહેલી વેક્સિન તેમના હસ્તે આપી હતી. એડવોકેટ નિમિશાબેને બધુ પેપર વર્ક પરફેક્ટ રીતે પુરું કર્યું હતું, જેમને વેક્સિન આપી તે દરેકની સંમતિ લેવામાં આવી હતી અને તેમને એક રીસીપ્ટ આપી હતી, અને તેનો બીજો ડોઝ  6 મહિના પછી આપવાનો છે તેની તારીખ લખી આપવામાં આવી હતી.

આપણા જામનગરની બધી દીકરીઓને આ વેક્સિન આપવી જરૂરી છે, માટે તમામને અનુરોધ કરાયો છે કે, એક મહિલાને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવવા માટેના આ મહાયજ્ઞમાં પોતાના તરફથી તથા બીજી જાણીતી વ્યક્તિઓ, એનજીઓ તથા જેમના કુટુંબમાં કોઇને કેન્સર થયું હોય તેમને  ડોનેશન માટે રીક્વેસ્ટ કરી આ પ્રવૃત્તિમાં સાથ આપવા ડો. કલ્પનાબેન ખંઢેરીયા (મો. 99989-68631) તથા ડો. પ્રવિણાબેન સંતવાણી (મો. 99250-37726) નો સંપર્ક કરવા જણાવાયું છે.

તમારી દીકરી, બહેન, પત્ની અને માં ને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવવા સારવાર કરતાં તેને થતું અટકાવવામાં વધારે સમજદારી છે, કોઈપણ સ્ત્રી ગર્ભાશયના મુખના કેન્સરથી મૃત્યુને ભેટવી ના જોઈએ તેમ અંતમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS