બેટ દ્વારકામાં સતત બીજા માસે 18મી સદીની યાદ અપાવતો અંધારપટ

  • June 16, 2021 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છ દિવસથી બંધ થ્રી ફેઇઝ લાઇન બાદ આજ સવારથી જ સીંગલફેઇઝ પણ બંધ

મે મહિનાના ઉતરાર્ધમાં સતત ત્રણ દિવસ સુધી અંધારપટ અને મે મહિનાની ગરમી  સહ્યા બાદ વરસાદી જૂન માસમાં અસહ્ય ઉકળાટના સમયમાં સતત બીજા મહિને બેટવાસીઓને લાઇટ ગૂલ થતાં વ્યાપક પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત બુધવારથી જ બેટ દ્વારકાની થ્રી ફેઇઝ લાઇનમાં ફોટ સજર્યિો હોય આશરે છ દિવસથી થ્રી ફેઇઝ લાઇટ બંધ છે જયારે સીંગલ ફેઇઝ પણ બંધ થઇ જતાં લોકોને વ્યાપક પરેશાનીનો સામનો કરવો પડયો છે. હજુ સુધી પીજીવીસીએલ દ્વારા વિજ પૂરવઠો ક્યારે પૂર્વવત કરાશે તે જણાવાયું નથી.

છ દિવસથી થ્રી ફેઇઝ કનેકશન બંધ રહેતાં બેટમાં લોટ દળાવવાની ઘંટીઓ પણ બંધ રહેતાં ચો તરફ દરીયો ધરાવતાં બેટ વાસીઓને લોટ દળાવવા જેવા સામાન્ય કામે પણ બોટમાં બેસી અન્યત્ર જવું પડતું હોય વ્યાપક પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. યાત્રાધામમાં આવેલ બેટ દ્વારકાધીશ જગતમંદિરનું વ્યવસ્થાપન કરતી બેટ દેવસ્થાન સમિતિના પ્રમુખપદે રાજયના ઉર્જા મંત્રી સૌરભ પટેલ હોવા છતાં યાત્રાધામમાં સતત બીજા મહિને અંધારપટ છવાયો હોય આશરે દસ હજારની વસ્તી ધરાવતાં ટાપુ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.

રાજયમાં ર4 કલાક અવિરત વિજળીના સરકારી દાવાઓ પણ કમ સે કમ બેટ દ્વારકાના ઉપલયમાં હવાહવાઇ સાબિત થતાં હોય તેમ તંત્રના વાંકે સતત બીજા મહિને બેટવાસીઓને 18મી સદીની યાદ તાજી થઇ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS