બાપોદરના ગૌપ્રેમીઓએ પોરબંદરમાં ગૌધનને ટ્રક ભરીને આપ્યો ચારો

  • September 04, 2024 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની ગૌશાળામાં ગાયો માટે ચારાની  અછત સર્જાતા બાપોદરની સંસ્થાના યુવાનોએ ટ્રક ભરીને ચારો મોકલ્યો હતો.
બાપોદર યુવા ગ્રુપ, ગ્રામજનો અને સરપંચ ભનુભાઇ બાપોદરા ગાય માતાની વ્હારે આવ્યા તથા પોરબંદરની ગૌશાળામાં ગાયો માટે અપૂરતો ચારો હોવાથી  બાપોદર ગામના સરપંચ અને ગ્રામજનોએ પોતાની ગૌશાળામાંથી એક ટ્રક ચારો મોકલી આપ્યો હતો.
પોરબંદરના મીલપરા વિસ્તારમાં સાધુ મહાત્માજી ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં રેઢિયાળ ગાયુ, ઘરડા બળદ, વાછરડા અને વાછરડી મળી ને કુલ ૬૦૦ થી ૭૦૦ જેટલુ પશુધન છે પરંતુ તાજેતરમાં પોરબંદર વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે અને પુરના કારણે પોરબંદર ખડપીઠમાં લીલો ઘાસચારો નહી આવતા આ પશુધનને ભૂખ્યાને ભૂખ્યા રહેવાનો વારો આવેલો આ વાતની જાણ બાપોદર ગામના વતની અને હાલ પોરબંદર રહેતા શિક્ષક ભીમભાઇ ઓડેદરાને થતા તેમણે બાપોદર ગામના સરપંચ ભનુભાઇ બાપોદરાને જાણ કરતા બાપોદર યુવા ગ્રુપ, સમસ્ત ગ્રામજનો અને સરપંચ ભનુભાઇએ પોતાની ગૌશાળાના ગોદામમાંથી એક ટ્રક સુકેલો ઘાસચારો તાત્કાલિક મહાત્માજી ગૌશાળા પોરબંદર ખાતે મોકલી આપેલ અને બીજા ભાઇઓ પાસે સુકેલ કે લીલો ઘાસચારો હોય તો મોકલવા અનુરોધ કર્યો હતો. તેમ શ્રીરામ ગૌસેવા મંડળના પ્રમુખ ભનુભાઇ ભીમાભાઇ  બાપોદરાએ જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application