જામનગર શહેરમાં સાયબર અવેરનેશ માટે બેનરો મુકાયા

  • October 30, 2024 11:16 AM 

જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા શહેરના અલગ અલગ જાહેર સ્થળો પર જનભાગીદારીથી સાયબર જાગૃતતા માટે બેનરો મુકવામાં આવેલ છે, હાલમાં સાયબર ફ્રોડના બનાવો એક પછી એક સામે આવી રહયા છે અને આ માટે સાયબર પોલીસ દ્વારા સેમીનારો યોજી તેમજ સોશ્યલ મિડીયા પર અવેરનેશ બાબતે લોકોને સમજણ આપવામાં આવી રહી છે. શહેરના દરબારગઢ, હનુમાન ગેટ ચોકી, ધુંવાવ બાયપાસ, રાજકોટ રોડ શોમ, દ્વારકા બાયપાસ, ખીજડીયા બાયપાસ, અંબર ચોકડી, બસ સ્ટેન્ડ, માણેક સેન્ટર, ચાંદીબજાર સર્કલ, દિપક ટોકીઝ સર્કલ, બેડી ગેઇટ સર્કલ, ખંભાળીયા ગેઇટ, ઓશવાળ હોસ્પીટલ સર્કલ સહિતના વિસ્તારો ખાતે લોકોને જાગૃતતા માટેના હોર્ડીંગ્સ મુકવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application