ક્રેડિટ કાર્ડ એક એવો સિંહ છે કે જેને નિયંત્રણમાં રાખવામાં આવે તો જ સાં, જો તે નિયંત્રણની બહાર જાય તો તે એક મોટી સમસ્યા બની જાય છે. જો ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ચૂકવવામાં ન આવે તો બેંકો ખૂબ જ વધારે વ્યાજ વસૂલે છે.આ મામલો નેશનલ કન્યુમર કોર્ટ સુધી પહોંચ્યો યાં વ્યાજ દર ૩૦ ટકા સુધી મર્યાદિત હતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે નેશનલ કન્યુમર ફોરમના આ નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે.તેનાથી બેંકોને રાહત મળી છે. બેંકો હવે ક્રેડિટ કાર્ડ પર ૩૦ ટકાથી વધુ અથવા ૫૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી શકશે.
નેશનલ કન્યુમર કોર્ટ એ તેના એક નિર્ણયમાં કહ્યું હતું કે ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકો પાસેથી ૩૬ થી ૫૦ ટકા વાર્ષિક વ્યાજ વસૂલવું ઘણું વધારે છે. નેશનલ કન્યુમર કોર્ટ એ તેને ખોટી બિઝનેસ પ્રેકિટસ ગણાવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર રોક લગાવી દીધી છે.
સિવિલ અપીલ મંજૂર કરાઈ
ક્રેડિટ કાર્ડના વ્યાજ દરો પર ૩૦% ની ઉપલી મર્યાદા નક્કી કરતી વખતે, કમિશને કહ્યું હતું કે ૩૦% થી વધુ વ્યાજ દરો અતિશય ગણવામાં આવશે. આ અયોગ્ય વેપાર પ્રથા હેઠળ આવશે. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ન્યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદી અને સતીશ ચદ્રં શર્માની સર્વેાચ્ચ અદાલતની બેન્ચે ૨૦૦૮ના આદેશને બાજુ પર રાખ્યો હતો અને બેંકો દ્રારા દાખલ કરાયેલી તમામ સિવિલ અપીલોને મંજૂરી આપી હતી.
નેશનલ કન્યુમર કોર્ટે શું કહ્યું
ગ્રાહક અદાલતે ક્રેડિટ કાર્ડ પરના વ્યાજ દરને મહત્તમ ૩૦% સુધી સીમિત કરી હતી. કન્યુમર કમિશને કહ્યું હતું કે બેંકો અને ગ્રાહકો વચ્ચેની વાટાઘાટો અસમાન શરતો પર છે. ક્રેડિટ કાર્ડની સુવિધાને નકારવા સિવાય ગ્રાહકો પાસે ક્રેડિટ કાર્ડ સાથે કોઈ સોદાબાજી કરવાની શકિત નથી. કમિશને એમ પણ કહ્યું હતું કે જો ઉપભોકતાને તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ વધુ પડતો દડં ચૂકવવો પડે તો તેને અયોગ્ય વેપાર વ્યવહાર ગણવામાં આવશે. આ માટે ગ્રાહક અદાલતે વિવિધ દેશોના ક્રેડિટ કાર્ડના વ્યાજ દરોની તુલના કરી હતી.
વિદેશનો સંદર્ભ અપાયો
નેશનલ કન્યુમર કોર્ટએ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે અમેરિકા અને બ્રિટનમાં વ્યાજ દર ૯.૯૯% થી ૧૭.૯૯% ની વચ્ચે છે. ઓસ્ટ્રેલિયામાં વ્યાજ દર ૧૮% થી ૨૪% છે. ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને મેકિસકો જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં વ્યાજ દર ૩૬% થી ૫૦% ટકા છે. ભારત જેવા વિશાળ અને વિકાસશીલ દેશમાં સર્વેાચ્ચ દર અપનાવવાનું કોઈ ઔચિત્ય નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech