મહાનગરપાલિકા મારફતે મળેલી ફેરિયાઓની લોન અરજીનો બેન્કો ત્વરિત નિકાલ કરે: મ્યુનિ.કમિશનર

  • October 10, 2023 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સરકાર દ્રારા શેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ ( પ્રધાન મંત્રી સ્ટ્રીટ વેંડર્સ આત્મનિર્ભર નિધિ) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર વડાપ્રધાન દ્રારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. ફેરિયાઓ તેમનો વ્યવસાય શ કરી શકે તે હેતુથી તબક્કાવાર .૧૦,૦૦૦, .૨૦,૦૦૦, .૫૦,૦૦૦ની વકિગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત આપવામાં આવે છે.


આ યોજના અંતર્ગત લાભાર્થીઓની મહતમ લોન અરજીઓ મંજુર થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં રાજકોટ શહેરની તમામ બેંકોના રિજનલ ઓફિસર સાથે સેન્ટ્રલ ઝોન, મીટીંગ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી, જેમાં ઉપસ્થિત તમામ બેંકોનાં પ્રતિનિધિઓને પી.એમ.સ્વનિધિ યોજના ભારત સરકારની અતિ મહત્વાકાંક્ષી યોજના હોઈ બેંક લેવલે પેન્ડીંગ અરજીઓ સત્વરે મંજુર કરી જે તે લાભાર્થીઓના ખાતામાં જમા થાય અને મંજુર અરજીઓ પ્રગતિ પોર્ટલ ઉપર પણ તાત્કાલિક દર્શાવવા સંબધિત બેંકોની સંલ શાખામાંથી હકારાત્મક નિકાલ કરવા સુચના આપી હતી. તેમજ તાજેતરમાં નાણાં મંત્રી (રાયકક્ષા), નાણાં મંત્રાલય, ભારત સરકાર દ્રારા પણ તમામ બેંકોના સિનિયર અધિકારીઓને તમામ લોન અરજીઓનો દિવસ સાતમાં હકારાત્મક નિકાલ કરવા જણાવવામાં આવ્યું હતું તે મુજબ જરી કાર્યવાહી કરવા બેંકોને સૂચના આપવામાં આવી હતી. તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૪થી તા.૭ દરમ્યાન યોજના હેઠળ ડિસબર્સમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમા રાજકોટ મહાપાલિકા દ્રારા રાજકોટની તમામ બેંકો ખાતે સ્ટાફની ફાળવણી કરી વધુમાં વધુ લોન મંજુર કરવાની કાર્યવાહી ચાલુ છે.


આ યોજનાનો લાભ સમગ્ર રાજકોટ શહેરના ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને મળી રહે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નવી લોન અરજીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલુ હોઈ મહતમ ફેરિયાઓ આ યોજનાનો લાભ લઇ શકે તે માટે બેંક લેવલે પણ પ્રયત્નો કરાવવા જણાવેલ હતું.ઉપરોકત સમીક્ષા બેઠકમાં બનાવવા નાયબ કમિશનર સી. કે. નંદાણી, પ્રોજેકટ શાખાના સહાયક કમિશનર વી.એસ.પ્રજાપતિ, ઇન્ચાર્જ આસિ.મેનેજર દીિબેન આગરીયા તેમજ જુદીજુદી બેન્કોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application