જામનગરમાં બેન્ક ઓફ બરોડા દ્વારા રૂપિયા 67 કરોડની ચેકોનું વિતરણ

  • March 04, 2025 01:15 PM 

- 200 થી વધુ લાભાર્થીઓને વિવિધ યોજનાના ચેક અપાયા -



જામનગર વિસ્તાર બેંક ઓફ બરોડા દ્વારા તાજેતરમાં પી.એમ. વિશ્વકર્મા, પી.એમ. મુદ્રા, રૂફટોપ સોલાર અને એમએસએમઈ યોજનાઓ હેઠળ રૂ. 67 કરોડના મંજુર કરવામાં આવેલી લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું.


બેંક ઓફ બરોડા, જામનગર વિસ્તાર દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલા એક ગ્રાહક આઉટરીચ કાર્યક્રમમાં પી.એમ. વિશ્વકર્મા યોજના, રૂફટોપ સોલાર પ્રોજેક્ટ, એમ.એસ.એમ.ઈ. યોજના, પી.એમ. મુદ્રા અને પી.એમ.ઇ.જી.પી. અંતર્ગત 200 થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. 67 કરોડની મંજુર કરવામાં આવેલી લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર (એમએસએમઈ) ધ્રુવાશિષ ભટ્ટાચાર્ય, ડેપ્યુટી ઝોનલ હેડ આર.બી. રોહડા, રીજનલ મેનેજર ચંદનસિંહ, ડી.આર.એમ. નવિ સાહા સહિત બેંકના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. આ સમગ્ર કાર્યક્રમ જનરલ મેનેજર સુશાંત કુમાર મહાન્તિ અને રાજકોટ ઝોનના ઝોનલ હેડના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.


આ પ્રસંગે ધ્રુવાશિષ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, "બેંક ઓફ બરોડા લોકો અને વ્યવસાયો માટે નાણાકીય સહાય પૂરી પાડી તેમને સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રકારના લોન વિતરણ કેમ્પ દ્વારા અમે અમારા ગ્રાહકોના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવા અને રાષ્ટ્રીય આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે સતત પ્રયત્નશીલ છીએ."

જામનગર બેંક ઓફ બરોડા વિસ્તારમાં આધુનિક, કાર્યક્ષમ અને ગ્રાહક કેન્દ્રિત બેંકિંગ સેવાઓ પૂરી પાડવા માટે સમર્પિત છે અને તમામ ક્ષેત્રોમાં પ્રગતિ અને વિકાસ પ્રોત્સાહિત કરી રહ્યું છે, તેમ વધુમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application