↵
ધ્રોલમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી બેંક કર્મી યુવતિએ થોડા દિવસો પહેલા એસીડ પી લેતા સરકારી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ છે. અલગ અલગ કામગીરીના ટાર્ગૈટ આવતા હોય જેથી કામના ભારણના કારણે ટેન્શનમાં આ બાબતનું મનમાં લાગી આવતા પગલુ ભરી લીધુ હતું, યુવતિના મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી રાજેશ્ર્વરીબા સુખદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૮) નામની યુવતિ ધ્રોલ ખાતે આવેલી એકસીસ બેંકમાં નોકરી કરતા હોય અને બેંકમાં તેને અલગ અલગ કામગીરીના ટાર્ગેટ આવતા હોય તે પ્રમાણે કામકાજ પુરા થતા ન હતા.
જેના ટેન્શનમાં રહેતી હોય અને આ બાબતનું મનમાં લાગી આવતા પોતાની મેળે ઘરમાં પડેલ એસીડ ગત તા. ૧૩-૧-૨૬ના બપોરે પી જતા સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
દરમ્યાનમાં સારવારમાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું, આ અંગે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મયુરરાજસિંહ સુખદેવસિંહ જાડેજા દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગઇકાલે જાણ કરવામાં આવતા હેડ કોન્સ કુબાવત દ્વારા વિગતો જાણીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, યુવતીના મૃત્યુના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.