તાજેતરમાં ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સગીરને માર મારવાની ઘટનામાં પાટીદાર સમાજ દ્રારા જાહેરમાં વરઘોડો કાઢી તેની ધરપકડ કરવામાં નહીં આવે તો શનિવારે ગોંડલ બંધની ચીમકી આપવામાં આવી હતી. પરંતુ સામા પક્ષે સગીર આરોપીની જાતિય સતામણી કરતો હોવાની ફરિયાદ દાખલ થતાં સગીરના પિતા સમીરભાઈ સાટોડિયાએ ગત મોડી સાંજે આ એલાન રદ કયુ છે. અને શહેરમાં ધંધા રોજગાર ચાલુ રાખવા તેમણે અપીલ કરી હતી. ત્યારે બીજી તરફ રાજપુત સમાજમાં આરોપીઓ સામે રોષ પ્રગટ થતા ગોંડલનાં માહોલ ગરમાયો છે.
ગોંડલ પાટીદાર સમાજ દ્રારા સગીર ને માર મારનારા આરોપીઓ સામે કેટલીક કલમો ઉમેરવાની માંગ સાથે આવતીકાલ શનિવાર નાં ગોંડલ બંધનુ એલાન અપાયુ હતુ પરંતુ મોડી સાંજે સગીર નાં પિતા સમીરભાઈ સાટોડીયાએ પોલીસ તત્રં તથા આગેવાનો એ અમોને ન્યાય ની ખાત્રી અપાઇ હોય બધં નુ એલાન રદ કરાયાનુ જણાવાયુ છે.શહેરમાં ધંધા રોજગાર ચાલુ રાખવા તેમણે અપીલ કરી હતી. ગોંડલ શહેર તાલુકા રાજપૂત ક્ષત્રીય સમાજ દ્રારા બે સગીર દ્રારા બાળક પર કરાયેલા જાતિય અત્યાર અંગે ન્યાય આપવા મામલતદાર ને આવેદનપત્ર અપાયું હતું.
બોઘરા અને રાદડિયાએ સગીરના ખબર પૂછયા: પાટીદાર સમાજની સાથે છીએ
ગોંડલમાં સગીરને ઘોકાવડે માર મારવાની ઘટના બાદ સગીરને કૃષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયો હોય ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા તથા જેતપુર નાં ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા હોસ્પિટલ દોડી જઇ સગીરનાં ખબર અંતર પુછી તેના પરિવાર ને સાંત્વના આપી હતી.બાદમાં બન્નેએ જણાવ્યુ હતુ કે સગીર ને માર મારવાની ઘટના નિંદનીય છે.જેને વખોડી કાઢીએ છીએ.અને અમે પાટીદાર સમાજ સાથે છીએ. સમગ્ર મામલા માં ઘટતી કલમો નો ઉમેરો કરાશે.આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માતે ગૃહમંત્રી તથા મુખ્યમંત્રીને રજુઆત કરીશુ ગુંડાઓની કોઈ જાત હોતી નથી.આ બનાવ માં જ્ઞાતિવૈમનસ્યું ન થાય એ જોજો.બન્ને આગેવાનો એ ઉપસ્થિત પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી હતી. આ સમયે જીલ્લ ા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા પણ સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMહળવદ:ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે તંત્રની અણ આવડતને લીધે હજારો લિટર પાણીનો વેડફાટ
April 28, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech