બનાસકાંઠાઃ થરાદમાં 20 BSFના જવાન કોરોના સંક્રમિત

  • July 19, 2021 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગાલેન્ડ થી બનાસકાંઠાના સરહદી નડાબેટ વિસ્તારમાં ફરજ પર આવેલી બટાલિયનના ૨૦થી વધુ બીએસએફ જવાનો કોરોના સંક્રમિત જણાતા તમામ જવાનોને થરાદમાં આઈસોલેટ કરાયા છે.


ગુજરાતમાં કોરોના(Corona) ની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં 20 થી વધુ બીએસએફ(BSF) ના જવાનો કોરોના સંક્રમિત થયા છે. નાગાલેન્ડ થી બનાસકાંઠાના સરહદી નડાબેટ વિસ્તારમાં ફરજ પર આવેલી બટાલિયનના ૨૦થી વધુ બીએસએફ જવાનો કોરોના સંક્રમિત જણાતા તમામ જવાનોને થરાદમાં આઈસોલેટ કરાયા છે.બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાનની બોર્ડર આવેલી છે. નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર પર રહેલી બટાલિયન નાગાલેન્ડ ની સરહદ પર ફરજ બજાવવા જઈ રહી છે. જ્યારે નાગાલેન્ડની બટાલિયન બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. જે અંતર્ગત રવિવારે નાગાલેન્ડ થી BSF ની બટાલિયન પાલનપુર રેલવે સ્ટેશન પર પહોંચી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS