બનાસ ડેરીની 5.5 લાખ પશુપાલક સભાસદને 1132 કરોડનો ભાવફેર ચૂકવવાની જાહેરાત

  • July 21, 2021 10:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા આજે પાલનપુર ખાતે યોજાઈ હતી. જેમાં પ્રમુખ શંકરભાઇ ચૌધરીએ 5.5 લાખ પશુપાલક સભાસદને 1132 કરોડનો ભાવફેર ચુકવવાની જાહેરાત કરી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આ વાર્ષિક સભામાં ઓનલાઈન જોડાયેલી ગામેગામની દૂધ મંડળીની કચેરીમાં આ જાહેરાતથી આનંદ વ્યાપી ગયો હતો. દૂધ ઉત્પાદક સભાસદના આકસ્મિક મૃત્યુ બાદ તેના આશ્રિત પરિવારને એક લાખની રકમ મળે તેવો વીમો આપવાની જાહેરાત કરતાં શંકર ચૌધરીએ જણાવ્યુ હતું કે સભાસાદની વિમા પોલિસીનું પ્રીમિયમ બનાસ ડેરી ચૂકવશે. 

 

સૂર્ય ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી ખોલીને દૂધ ઉત્પાદકોએ વીજ બિલમાં બચત કરવી હશે તો બનાસડેરી તમામ સહાય આપશે તેમ પણ શંકર ચૌધરીએ ઉમેર્યું હતું. સૌથી વધુ દૂધ ઉત્પાદન મેળવનાર 98 બહેનોને “શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી “ એવોર્ડ પણ આ પ્રસંગે અર્પણ કરવામાં આવ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application