વરસાદી મૌસમ શરૂ થઇ રહી હોય દ્વારકામાં સમુદ્રમાં જવા પર પ્રતિબંધ

  • June 04, 2021 10:53 AM 

દેવભૂમિ દ્વારકામાં દર વષ્ર્નિી જેમ વરસાદી સીઝન શરૂ થઇ રહી હોય જિલાના સમુદ્રમાં માચ્છીમારી કરવા જવા માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

સામાન્યત: દર વર્ષ્િે જૂન માસથી ઓગષ્ટ માસ સુધી વરસાદી સીઝનમાં માચ્છીમારી પ્રતિબંધીત રખાતી હોય છે અને વરસાદી મૌસમ હોય દરીયાના પાણીમાં કરન્ટ અને પ્રતિકુળ આબોહવા રહેતી હોય માચ્છીમારી કરવી જોખમભરી હોય માચ્છીમારોને દરીયો ખેડવા મંજૂરી આપવામાં આવતી નથી.

આથી આ વર્ષ્િે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ારા માચ્છીમારી અંગે જાહેર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેમાં તા.1.6.ર1થી આગામી તા.31.7.ર1 દરમિયાન સમુદ્ર કે ક્રિકમાં જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે આ હુકમ પોર્ટ ઉપરના વ્યાપારીક જહાજો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટ કે સુરક્ષ દળોની બોટ, અજાડ ટાપુ તથા બેટ ારકાથી ઓખ વચ્ચે અવરજવર કરતી અધિકૃત બોટ, શઢવાળા વહાણ, હોડીને લાગુ પડશે નહિં. આ નિયમનું ઉલંઘન કરનારાઓ સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS