લાલપુર તાલુકાના સેવકભટીયાના પાટિયાથી નકટા પાવરિયા ચાર રસ્તા સુધીના રોડ પર ભારે વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ

  • June 24, 2021 10:44 AM 

વૈકલ્પીક રુટ તરીકે લાલપુર-જામનગર હાઈવે પર આવેલ ચંગાના પાટિયાથી રિલાયન્સ તરફ જતા ડબલ પટ્ટી રોડનો ઉપયોગ કરવાનો રહેશે: જીલ્લા કલેકટરનું જાહેરનામું

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવકભટીયાના પાટિયાથી નકટાપાવરિયા ચાર રસ્તા સુધીના સીંગલ પટ્ટી રોડ પર રાહદારી તથા ટ્રાફીકની વ્યવસ્થા સરળતાથી જળવાઈ રહે તથા અકસ્માતો ન થાય તે માટે માલવાહક ભારે વાહનોને પ્રવેશવા માટે પ્રતિબંધ ફરમાવવા સરપંચ, આરબલુસની રજુઆત તથા પોલીસ અધિક્ષક, જામનગર તેમજ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, લાલપુરના અભિપ્રાયો ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર પૂર્વ કલેકટર રવિશંકર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1) (ખ) હેઠળ લાલપુર તાલુકાના સેવકભટીયાના પાટિયાથી નકટા પાવરિયા ચાર રસ્તા સુધીના રોડ પર ભારે વાહનોને પ્રવેશવા માટે પ્રતિબંધ જાહેર કરેલ છે તથા અવર-જવર માટે વૈકલ્પીક રુટ તરીકે લાલપુર-જામનગર હાઈવે પર આવેલ ચંગાના પાટિયાથી રિલાયન્સ તરફ જતા ડબલ પટ્ટી રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

આ જાહેરનામું સરકારી કે બોર્ડ નિગમના વાહનો તેમજ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, લાલપુરની કચેરી, મામલતદાર, લાલપુરની કચેરી તરફથી મંજુરી અપાયેલ હોય તેવા વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS