બકરી ઇદે શેરીઓમાં કે મહોલ્લામાં જાહેર જગ્યાએ પશુ કુરબાની કરવા પર પ્રતિબંધ
બકરી ઇદે શેરીઓમાં કે મહોલ્લામાં જાહેર જગ્યાએ પશુ કુરબાની કરવા પર પ્રતિબંધ
May 26, 2026 08:04 PM
રાજકોટ આગામી સમયમાં મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર બકરી ઈદને લઇ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં શેરીઓમાં કે મહોલ્લામાં જાહેર જગ્યાએ કોઇની લાગણી દુભાઇ તે પ્રકારે પશુની કુરબાની કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ તા.૨૮/૫ ના બકરી ઇદની ઉજવણી કરવામાં આવનાર હોય જેમાં અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવતી હોય છે. તેના કારણે અન્ય ધર્મ કે સમુદાયના લોકોની લાગણી ન દુભાય અને સુલેહ-શાંતિનો ભંગ ન ાય તે માટે નીચે મુજબના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં. તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા અવા સરઘસ આકારે જાહેર માર્ગો પર લઈ જવા કે ફેરવવા નહીં. બકરી ઈદ તહેવાર નિમિત્તે કુરબાની આપેલા જાનવરોના માંસ, હાડકા અને અન્ય અવશેષો જાહેર જગ્યાઓ પર ફેંકવા નહીં. આ જાહેરનામું રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ હેઠળના તમામ વિસ્તારોમાં લાગુ પડશે. આ પ્રતિબંધાત્મક આદેશ આગામી તા. ૨૭/૦૫ થીતા. ૩૦/૦૫ ની રાત સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ આ સરકારી હુકમનો ભંગ કરશે, તો તેની સામે શિક્ષાત્મક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.