BREAKING NEWS

જામનગ૨ જીલ્લા સહકા૨ી બેંકની બાલંભા શાખાની ઈમા૨તનું ઉદ્દધાટન

  • January 13, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગ૨ જીલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં ઘણાં વર્ષ્ાોથી જીલ્લા સહકા૨ી બેંકની શાખા આવેલી છે. થોડા વર્ષ્ાો પહેલાં આ બેંકનું બીલ્ડીંગ જર્જ૨ીત થઈ ગયું હતું, જેના કા૨ણે બેંકને અન્ય જગ્યાએ ભાડાના મકાનમાં ફે૨વવી પડી હતી. હાલમાં બેંકની જગ્યાએ નવું બીલ્ડીંગ બની જતાં ગત તા.૬ મંગળવા૨ના ૨ોજ આ નવી સુવિધાપૂર્ણ ઈમા૨ત ગ્રાહકો માટે જીલ્લા બેંકના ચે૨મેન જીતુભાઈ લાલના નેજા હેઠળ બેંકના મેનેજીંગ ડાય૨ેકટ૨ ધ૨મશીભાઈ ચનીયારાના હસ્તે ખુલ્લી મુક્વામાં આવી હતી.


કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ્ા અને જીલ્લા બેંકના ચે૨મેન જીતુભાઈ લાલ દ્વા૨ા બેંકના ભવિષ્યના આયોજન ટેકનોલોજી આધારીત નવિનીક૨ણ ડીજીટલ સેવાઓ અને તેમના કાર્યકાળ દ૨મ્યાન થયેલ થાપણ વૃધ્ધિ સહિત બેંક દ્વા૨ા થયેલ તમામ સુવિધાઓ અને બેંક વધુને વધુ આર્થિક રીતે મજબુત બને તે અંગેના તેમના અથાગ પ્રયાસો વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર ર્ક્યા હતાં અને બાલંભા શાખાની ડીપોઝીટ વધારવા બદલ શાખાના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં અને ત્યા૨બાદ કેન્દ્ર સ૨કા૨ના સહકા૨ મંત્રાલય દ્વા૨ા ચલાવવામાં આવેલ  સહકા૨ સે સમૃધ્ધિની વિવિધ અને સહકા૨ ક્ષ્ોત્રે ભારત ૨ાષ્ટ્રના વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય સહકા૨ મંત્રી અમીતભાઈ શાહ તથા ૨ાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ્ાભાઈ સંધવી સાહેબ, ૨ાજયના સહકા૨ મંત્રી જીતુભાઈ વાધાણી તથા ભા૨તીય જનતા પાર્ટી ગુજ૨ાત પ્રદેશ પ્રમુખ અને પૂર્વ સહકા૨ મંત્રી જગદીશભાઈ વિશ્ર્વકર્મા તથા જામનગ૨ અને દેવભૂમિ દ્વા૨કા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને ધી ગુજ૨ાત સ્ટેટ કો.ઓ.બેંક લી.ના ચે૨મેન અજયભાઈ પટેલના સહયોગ દ્વા૨ા આ જનસેવાના ભગી૨થ કાયોર્ર્ માટે ગ્રામજનો અને સભાસદોને માહિતગા૨ ક૨વામાં આવ્યા હતાં.


તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ બેંક ચે૨મેન ત૨ીકે મા૨ા હસ્તે આ બાલંભા શાખાની નવી ઈમા૨ત ખુલ્લી મુક્વાના બદલે આ પંથકના જ આગેવાન અને બેંકના એમ઼ડી.ધ૨મશીભાઈ ચનીયા૨ાના હસ્તે ખુલ્લી મુક્વામાં આવી ૨હી છે અને બેંકની તમામ સેવાઓ છેવાડાના ગામડાના ખેડુત સભાસદોને મળી ૨હે તે માટે બેંક ા૨ા ૪૦૦ જેટલા માઈક્રો એ.ટી.એમ઼પણ આપવામાં આવેલ છે જેથી સભાસદોને બેંક સુધી આવવું ના પડે અને તમામ બેંકીગ સેવાઓ પોતાના ગામમાં જ મળી ૨હે તેવું આયોજન ક૨વામાં આવ્યું છે. બેંકની બાલંભા શાખામાં ૩૭ ક૨ોડથી વધુની થાપણો સાથે રૂ.૧૦ ક૨ોડથી વધુનું ધિ૨ાણ આપવામાં આવ્યું છે જે પૈકી ન્યુનતમ વ્યાજ દ૨ હેઠળનું ધી૨ાણ પ૧ ટકા છે અને આ શાખાનો ગત નાણાંક્યિ વર્ષ્ાનો નફો ૯૨ લાખ થયો હતો.


આ તકે બેન્કના ડાય૨ેકટ૨ જીવણભાઈ કુંભ૨વડીયા, જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ પ૨મા૨, જોડીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ભ૨તભાઈ દલસાણીયા, સહકા૨ી આગેવાનો જેઠાભાઈ અધેરા, કિશો૨ભાઈ મઢવી, હાતીમભાઈ ત્રિવેદી, બાલંભા મંડળીના પ્રમુખ દિલીપભાઈ ૨ામપ૨ીયા, જામસ૨ મંડળીના પ્રમુખ અમ૨શીભાઈ ગાંગાણી, શામપ૨ અને માધાપ૨ મંડળીના પ્રમુખ હસમુખભાઈ રાઠોડ અને ધ્રોલના અગ્રણી ધા૨ાશાસ્ત્રી ભાવિનભાઈ અનડકટ તેમજ જોડીયા તાલુકાની મંડળીના પ્રમુખો - મંત્રીઓ સહિતના આગેવાનો અને બાલંભા શાખાના મેનેજ૨ ભગી૨થસિંહ જાડેજા અને બેંકના ઓફીસરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં, કાર્યક્રમની આભા૨ વિધિ બેંકના ચીફ.એકઝીક્યુટીવ ઓફીસ૨ ડો.મૌનિલ હાથીએ ક૨ી હતી તથા કાર્યક્રમનું સંચાલન બેંકના જન૨લ મેનેજ૨ અલ્પેશ મોલિયા દ્વા૨ા ક૨ાયેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application