BREAKING NEWS

ન્યારા ગામે સશક્ર અથડામણ મામલે બે આરોપીના જામીન મંજૂર

  • July 07, 2026 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પડધરીના ન્યારા ગામે જૂની અદાવતમાં મારામારી થઈ હતી. જે ખૂનની કોશિશ અને લૂંટના ગુનામાં જેલ હવાલે રહેલા બે આરોપીએ કરેલી જામીન અરજી કોર્ટ દ્રારા મંજુર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, પડધરી તાલુકાના ન્યારા ગામે રહેતા આર્યન વઘેરા તથા લાલા વધેરાને યશ, મનોજભાઈ વગેરે સાથે દુકાન પાસે માથાકૂટ થયેલ હતી, દરમિયાન મનોજભાઈ વગેરે વધેરા કુટુંબના વધેરા પરિવારના ઘર પાસેથી નીકળતા વધેરા પરિવારના સગા સંબંધીઓએ ગાળાગાળી કરી લોખંડના પાઇપ, ટોમી, છરી વડે, પથ્થર, ઈંટોથી હત્પમલો કરવા ઉપરાંત મૂંઢમાર માર વગેરે મારામારી થતાં પડધરી પોલીસ સ્ટેશનમાં જીવલેણ હત્પમલો અને જાહેરનામા ભગં મતલબની સામસામી ફરીયાદ નોંધાઇ હતી. જે ગુનામાં મનોજ નાથાભાઈ મકવાણા તથા સમીર નરેન્દ્રભાઈ ગોહેલે રેગ્યુલર જામીન પર મુકત થવા રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષે રોકાયેલા એડવોકેટ સુરેશ ફળદુ દ્રારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે મનોજ મકવાણા અને સમીર ગોહેલને જામીન પર મુકત કરતો હત્પકમ ફરમાવ્યો છે. 
ઉપરોકત કામમાં આરોપી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જય પીઠવા, સાહીલ કંટારીયા, મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application