કુરંગાના આશરે દોઢ કરોડના ચકચારી કોલસા કૌભાંડમાં આરોપીઓના જામીન મંજુર

  • June 15, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુરંગા મુકામે આવેલ આરએસપીએલ કંપનીનો રસીયન કોલસો કે જે કંડલા પોર્ટ પરથી ટ્રક મારફતે કુરંગા મુકામે આરએસપીએલ કંપનીમાં મોકલવાનો હોય જે કોલોસો કંડલા બંદર પરથી ટ્રકમાં લોડ કરી અને કુરંગા મુકામે પહોચે તે પહેલા ટ્રકમાંથી સારી ગુણવતાનો રશીયન કોલસો કાઢી લઇ તેમા નબળી ગુણવતાનો કોલસો ભરી અને કુરંગા મુકામે આરએસપીએલ કંપનીમાં ખાલી કરવા મોકલવામાં આવેલ અને કોલસો કંપનીમાં ખાલી થતા કંપની દ્વારા કોલસાનું ટેસ્ટીંગ કરવામ)ં આવતા કોલસો નબળી ગુણવતાનો હોય અને કોલસો બદલી નાખવામા આવેલ હોય કંપની સાથે આશરે દોઢ કરોડ રુપીયાની છેતરપીંડી કરેલ હોય તે બાબતેનો આક્ષેપ કરતી ફરીયાદ આરએસપીઅલ કંપનીના અધિકારી મારફત દ્વારા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ અને ગુન્હાના કામે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ.
આ કેસમાં જામીન મુકત થવા માટે આરોપી કમલેશભાઇ ચૌહાણ તથા ભાવેશભાઇ રાતડીયા તથા કમલેશભાઇ ઝાપડા, વિનુભાઇ બોરીયાએ દ્વારકા સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતા આરોપીઓના વકીલની દલીલો માન્ય રાખી સેશન્સ અદાલતે આરોપીઓને જામીન મુકત કરવા હુકમ કરેલ છે. આ કે.સમાં આરોપીઓ તરફે ખંભાળીયાના વકીલ વિજયભાઇ કાનાબાર તથા દિપકભાઇ કાનાબાર તથા અબ્દુલકાદીર સુહરાવર્દી રોકાયા હતા.
**
ચેક રીર્ટનના કેસમાં આરોપીને સજા ફરમાવતી ખંભાળીયાની અદાલત
ખંભાળીયાના જયહિન્દ ટ્રેડીંગ કંપનીના પ્રોપરાઇટર દિનેશભાઇ સુંદરજીભાઇ રાયચુરાને ત્યાંથી ખંભાળીયાના વિમલ નમકીનના પ્રોપરાઇટર કાંતિલાલ કરશનભાઇ કણઝારીયાઓએ માલસામાનની ખરીદી કરેલ અને તેની ચુકવણી માટે કાંતિભાઇએ ચેક આપેલ. જે ચેક બેંકમાંથી રીર્ટન થતાં જયહિન્દ ટ્રેડીંગ કંપનીના પ્રોપરાઇટર દિનેશભાઇ સુંદરજીભાઇ રાયચુરાએ આરોપી કાંતિલાલ કરશનભાઇ કણઝારીયા વિરુઘ્ધ ખંભાળીયાની ચીફ કોર્ટમાં નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબની ફરિયાદ દાખલ કરેલ જે કેસ ચાલી જતાં ફરિયાદી દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવા તથા ફરિયાદના વકીલ દ્વારા કરવામાં આવેલ, ધારદાર દલીલો માન્ય રાખી ખંભાળીયાની ચીફ કોર્ટ દ્વારા આરોપી કાંતિલાલ કરશનભાઇ કણજારીયાને કેસમાં તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા રુા.૨૦૦૦ દંડ તથા ચેકની રકમ રુા.૨,૭૩,૩૭૦ પુરા ફરિયાદીને ચુકવી આપવા હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે ખંભાળીયાના વકીલ વિજયભાઇ કાનાબાર તથા દિપભાઇ કાનાબાર તથા અબ્દુલકાદીર સુહારવર્દી રોકાયેલ હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application