સુલતાનપુર ગામે નજીવી બાબતમાં દંપતી પર હુમલાના ૭ આરોપીના જામીન મંજૂર

  • September 26, 2023 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે બુલેટના સાઇલેન્સર ના ઘોંઘાટપૂર્ણ અવાજના ડખામાં દંપતી ઉપર હત્પમલો કરવાના ગુનામાં જેલહવાલે રહેલા સાત શખ્સોને અદાલતે જામીન ઉપર છોડી મૂકવાનો હુકમ કર્યેા છે.આ અંગેની હકીકત મુજબ, સુલતાનપુર ગામે રહેતા મંજુલાબેન કાંતિભાઈ બગડાએ નામના મહિલાએ દિપક વસતા રબારી, રવિ ઉર્ફે ભાણો રબારી, જયેશ થોભણ ગોલતર, સંગ્રામ ભવન મુંધવા, કરસન ભવાન રબારી, નરેન્દ્ર પ્રભુદાસ દેવાચાર્ય સહિતના શખ્સોએ લાકડી, લોખંડના પાઇપ અને લોખંડની સાંકળ વડે માર માર્યા અંગેની સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મારામારી અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધી તમામ શખ્સોની ધરપકડ કરી હતી, પ્રાથમિક તપાસમાં દિનેશ રબારી મંજુલાબેનના ઘર પાસે દૂધ ભરવા માટે નીકળેલો હતો. ત્યારે બુલેટનું ફુલ લીવર મારી સાઇલેન્સરનો અવાજ કરતા હોય જે બાબતે બંને વચ્ચે થયેલી બોલાચાલીમાંથી મારામારી સર્જાઈ હતી. જેલ હવાલે રહેલા તમામ શખ્સોએ જામીન પર છૂટવા ગોંડલની કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી સુનાવણી પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત વાત બચાવપક્ષના એડવોકેટ દ્રારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા , હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ચુકાદાને ધ્યાને લઇ અદાલતે સાત શખસોને જામીન ઉપર છોડી મૂકવા હત્પકમ કર્યેા છે. બચાવ પક્ષે એડવોકેટ તરીકે રઘુવીર બસિયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application