દ્વારકા પંથકમાં કુખ્યાત બનેલી બિચ્છુ ગેંગના વધુ બે સાગરીતના જામીન રદ કરાવી જેલ ભેગા કરાવીને કાયદાનું ભાન દ્વારકા પોલીસે કરાવ્યું છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા ગુજસીટોકના જે આરોપીઓ જામીન મુકત થયેલ હોય અને શરતભંગ કરેલ હોય અથવા તો જામીન મુકત થયા બાદ ફરીથી ગુના આચરેલ હોય તેવા આરોપીઓ વિરુઘ્ધ જામીન રદ કરવા અંગેની સુચના આપેલ જે અનુસંધાને અગાઉ દ્વારકા જિલ્લામાં દ્વારકા-ઓખા-મિઠાપુર પંથકમાં કુખ્યાત બનેલી બિચ્છુ ગેંગ વિરુઘ્ધ ૨૦૨૨માં દ્વારકા જીલ્લા એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ગુજસીટોકની વિવિધ કલમો હેઠળ ગુના દાખલ કરી ટોળકીના સભ્યોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ પંથકમાં વેણારી વર્ગ તેમજ સામાન્ય જતામાં કૃરતા વર્તાવનાર ગેંગોથી પ્રજાજનોની હાલાકી બંધ થયેલ હતી, જેમાં ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતી , ડીવાએસપી સાગર રાઠોડ દ્વારા સખત તપાસ કરી અને આરોપીઓ વિરુઘ્ધ અસરકાર કાર્યવાહી કરી બે વર્ષ સુધી આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં સફળ રહેલ. તાજેતરમાં આરોપીઓએ કોર્ટમાંથી જામીન મંજુર થયેલ જે આરોપીઓએ ફરીથી સૌરાષ્ટ્ર તથા દ્વારકા જિલ્લામાં અનઅધિકૃત પ્રવેશ કરી ફરીથી ગુનો આચરવાનો પ્રયત્ન કરતા આરોપીઓના જામીન રદ થવા અંગેની દરખાસ્ત તૈયાર કરી વિગતવારની દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથે દરખાસ્ત કોર્ટમાં કરવામાં આવેલ.
સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તુષાર ગોકાણી દ્વારા સ્પે. ગુજસીટોક કોર્ટમાં ધારદાર દલીલો કરતા તે દલીલો કોર્ટ દ્વારા માન્ય રાખી આરોપીઓના જામીન રદ થવાનો હુકમ કરી આરોપીઓના ધરપકડ વોરંટ જારી કરેલ. જેમા અગાઉ ૪ આરોપીઓને જેલ હવાલે કર્યા બાદ ફરીથી જિલ્લા પોલીસ વધુ બે આરોપીઓની વોચમાં રહી રાયદેભા ટપુભા કેર રહે. ટોબર ગામ, તા. દ્વારકા અને લાલુભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર ગામ, દ્વારકા નામના આરોપીઓને મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે હયુમન ઇન્ટેલીજન્સીથી પકડી પાડી વધુ બે આરોપીઓના જામીન રદ કરાવી બંને આરોપીઓને ફરીથી ટુંકાગાળામાંં રાજકોટ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.