જામનગરમાં લાંચ લેતાં ઝડપાયેલા પોલીસ કર્મચારીની જામીન અરજી નામંજુર

  • September 14, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં લાંચ લેતા ઝડપાયેલા પોલીસકર્મીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.


જામનગરના એક શખ્સ સામે થોડા સમય પહેલા વર્લી મટકા રમવા અંગે કેસ કરવામાં આવ્યો હતો. તે પછી પંદરેક દિવસ વિત્યે આ શખ્સ પર બીજો કેસ નહીં કરવા માટે જામનગર પેરોલ ફર્લોના પોલીસકર્મી દોલતસિંહ એચ. જાડેજાએ રૂ.10 હજાર ની લાંચની માગણી કરી હતી. આથી  ફરીયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો મા  પોતાની ફરિયાદ રજૂ કરી હતી.

ત્યાર બાદ જામનગર એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. જેમાં  પોલીસકર્મી દોલતસિંહે  ફરિયાદી પાસે થી 10 હજારની લાંચની રકમ સ્વીકારતા જ  એસીબી સ્ટાફે દોલતસિંહની અટકાયત કરી  હતી. ત્યારપછી આ પોલીસ કર્મચારી સામે ભ્રષ્ટાચાર નિવારણ હેઠળ ગુન્હો નોંધાયો હતો અને આરોપીની વિધિવત ધરપકડ કરાઈ હતી. જેલહવાલે કરવામાં આવેલ આરોપીએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી. તે અરજી અન્વયે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application