પ્રેમ સબંધની આશંકાએ અધેવાડામાં રહેતા યુવાનનું અપહરણ કરી તેને ઢોર માર મારવાના બનાવમાં યુવાને ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતા આ ચકચારી બનાવમાં સંડોવાયેલા આરોપીની ભરતનગર પોલીસે ધરપકડ કરી હતી અને હાલ જેલમાં રહેલા એક આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
અધેવાડા ગામે રહેતા હિતેશભાઈ જાદવે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના નાના ભાઈ રાકેશભાઈ જાદવને ગામની જ કોઇ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેની શંકા રાખી અધેવાડા ગામે રહેતા વિશાલ મેથાભાઈ ભરવાડ સહિતના શખ્સોએ રાકેશભાઈ જાદવનું અપહરણ કરી તેને માર માર્યો હતો અને મારી નાંખવાની ધમકી આપતા ગભરાઈ ગયેલા રાકેશભાઈએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવમાં પોલીસે ગુનો દાખલ કરી જે તે સમયે આત્મહત્યા માટે મજબુર કરનાર આરોપી અરજણ સાજનભાઈ રાઠોડ સહિતના આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી અરજણ રાઠોડે જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સરકાર તરફ રજૂઆત કરવામાં આવી હતી કે, મરનારને પ્રેમ સંબંધ હોવાના કારણે માર મારી મારી નાંખવાની ધમકી આપતાં યુવાને ઝેરી દવી પી લઇ આત્મહત્યા કરી છે. ગુનામાં દસ વર્ષની સજાની જોગવાઈ છે અને આરોપીને જો જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડ થશે અને આરોપી સામે પ્રથમદર્શી કેસ છે અને તપાસ હાલ નાજુક તબક્કામાં છે. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજદાર અરજસ રાઠોડની જામીન અરજી નામંજૂર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech