BREAKING NEWS

ખોટા દાગીના દ્રારા ૧૫.૬૦ લાખની છેતરપિંડીના આરોપીની જામીન અરજી ફગાવાઇ દેવા

  • July 07, 2026 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરવી દાગીના છોડાવવા ફાઇનાન્સ કરતી પેઢીએ ફરિયાદ નોંધાવી હતી

રાજકોટમાં ફાઇનાન્સમાં લોન માટે ગીરવે મુકવા અને છોડાવવાની કાર્યવાહી દરમિયાન ૨૨ કેરેટ સોનાના હોલમાર્ક કહેવાતા ઘરેણા નકલી નીકળતા ફાઇનાન્સ પેઢી, વચેટીઓ તેમજ લોન લેનારા સામે
ઘરેણા છોડાવી આપનાર પેઢી દ્રારા નોંધાયેલી . ૧૫.૬૦ લાખની વિશ્વાસઘાતના આ ગુનામાં લીંબડીના લાલજી જોગરાણાની બીજી વખતની જામીનઅરજી પણ નામંજૂર રહી છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટમાં અન્યોએ ગીરવે મૂકેલું સોનું છોડાવી દેવાનો બિઝનેસ કરતી હિંમત ગોલ્ડ સેન્ટર મારફત લાલજી ખોડા જોગરાણા (રહે. લીંબડી)એ ક્રિશા ફાઈનાન્સ પેઢીમાં ગીરવે મુકેલ કુલ ૧૭૭.૮૦ ગ્રામ બાવીશ કેરેટ હોલમાર્ક લગાડેલા સોનાના ઘરેણા છોડાવ્યા હતા, અને તેના હિસાબના . ૧૫.૬૦ લાખ હિંમત ગોલ્ડ સેન્ટર દ્રારા લાલજી જોગરાણાને આપવામાં આવ્યા હતા, પરંતુ હોલમાર્ક અંગે શંકા જતા ચકાસણી કરાવતા આ ૧૭૭.૮૦ ગ્રામ ઘરેણા ૨૨ કેરેટને બદલે તેમાં માત્ર એક ગ્રામ સોનું હોવાનું પુરવાર થયું હતું. આથી હિંમત ગોલ્ડ સેન્ટરના સંચાલકો દ્રારા લાલજી ખોડા જોગરાણા, ક્રિશા ફાઇનાન્સવાળા પંકજ કિશોરભાઇ વાયા, વચેટીઓ તણ રાવલ વગેરે સામે છેતરપિંડીની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. જે આરોપીઓ પૈકી લાલજી ખોડાભાઈ જોગરાણાએ પુરવણી ચાર્જશીટ બાદ જેલમાંથી જામીન ઉપર છૂટવા રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે સામે સરકારી વકીલ મુકેશ પીપળીયા અને ફરિયાદી વતી એડવોકેટ રીપલ ગેવરીયા દ્રારા રજૂ કરાયેલા મૌખિક અને લેખીત વાંધાઓ લાલજી જોગરાણાની રેગ્યુલર જામીન અરજી વધુ એક વખત રદ થઈ છે. આ કામમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ રીપલ એમ. ગેવરિયા, ગૌતમ કોટડીયા, હાર્દીક વાગડીયા, કિશન બાલધા તથા સરકાર તરફે મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application