લાલપુર પંથક ની ઘરફોડ ચોરી નાં ગુના મા બે આરોપીઓ ની જામીન અરજી અદાલતે ના મંજૂર કરી છે.
લાલપુર પોલીસ સ્ટેશન માં મહેશભાઈ મોહનભાઈ ડોબરીયાએ તેમના રહેણાંક મકાનના દરવાજાનો નકુચો તોડી ધરમા પ્રવેશ કરી તેમના કબાટની તીજોરી મા રાખેલ રોકડ રૂા. ૩,૦૦,૦૦૦ તથા બાર તોલા સોનાના ધરેણાં ની ચોરી થયા અંગેની ફરીયાદ કરી હતી.
જેના આધારે લાલપુર પોલીસ ધ્વારા ભરત ગંભીરભાઈ પરમાર , રણજીત ઉર્ફે બોદીયો રામજીભાઈ પરમાર તથા નરેશભાઈ મગનભાઈ કારડીયા વિરૂધ્ધ ગુનો દાખલ કરી અટક કરવામા આવી હતી.જે પૈકી ભરત ગંભીરભાઈ પરમાર તથા રણજીત ઉર્ફે બોદીયો રામજીભાઈ પરમાર ધ્વારા જામનગર ની એડી. ડીસ્ટ્રીકટ કોર્ટ મા જામીન ઉપર મુકત કરવા માટે અરજી દાખલ કરવામા આવી હતી. જે અરજીની સુનાવણી દરમ્યાન મદદનીશ જીલ્લા સરકારી વકીલ ધ્વારા આરોપીઓ જામીન મુકત કરવા સામે સખત વાંધા રજૂ કર્યા હતા.જેથી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા મદદનીશ જીલ્લા સરકારી વકીલ પિયુષ જે.પરમાર ની દલીલો ગ્રાહય રાખી આરોપીઓ ની જામીન અરજી ના મંજુર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાલડીમાં 100 કરોડના સોનાનો ઘટસ્ફોટ: 57 કિલો સોનું દાણચોરીથી લવાયું, બે આરોપીની શોધખોળ
March 18, 2025 09:02 PMવોટર કાર્ડને આધાર કાર્ડ સાથે કરાશે લિંક, ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયો નિર્ણય
March 18, 2025 08:59 PMગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech