ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ પવિત્ર ચાર ધામના દર્શને જવા માટે તીર્થયાત્રી ઓ છ મહિનાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે અને ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર 10મે એ ખુલશે.ચાર ધામ યાત્રાની સરકારી વિભાગો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
યાત્રાળુઓ વોટ્સએપ અને ટોલ ફ્રી નંબર દ્વારા પણ પોતાની યાત્રા અંગે રજિસ્ટ્રેશન કરાવી શકશે. તીર્થયાત્રીઓની મદદ માટે ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદની ઓફિસમાં કોલ સેન્ટર પણ ચલાવવામાં આવશે. આ ઉપરાંત આ વખતે ઋષિકેશ ચાર ધામ યાત્રા ટ્રાન્ઝિટ કેમ્પમાં, ચારધામની યાત્રા માટે જરૂરી રજિસ્ટ્રેશન માટે 8 કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા છે.
ઉત્તરાખંડને દેવોની ભૂમિ કહેવામાં આવે છે. અહીં હિમાલય પર્વતમાળામાં હિંદુ ધર્મના ચાર પવિત્ર તીર્થસ્થળો આવેલા છે. જેને ચાર ધામ કહેવામાં આવે છે. આ ચાર ધામ ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ વિભાગના ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં આવેલા છે. આ સર્કિટમાં ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી આવેલ છે. તેમાંથી બદ્રીનાથ ધામ એ ભારતના મુખ્ય ચાર ધામોનું ઉત્તરીય ધામ પણ મનાય છે.
ઊંચાઈ પર આવેલું આ મંદિર વર્ષમાં લગભગ 6 મહિના સુધી બંધ રહે છે. આ મંદિરો દર વર્ષે ઉનાળામાં ખુલે છે અને વરસાદની ઋતુ પછી શિયાળાની શરૂઆત થતા જ બંધ થાય છે. ચારધામના દરવાજા આશરે છ મહિના માટે યાત્રીકો માટે ખુલ્લા રહે છે. આ 6 મહિના દરમિયાન દેશ અને દુનિયામાંથી ભક્તો ચાર ધામના દર્શન કરવા આવે છે.ચાર ધામ યાત્રા યમુનોત્રીથી શરૂ થાય છે, પછી ગંગોત્રી તરફ આગળ વધે છે. આ પછી કેદારનાથના દર્શન કયર્િ બાદ ચાર ધામ યાત્રા બદ્રીનાથ ધામના દર્શન સાથે સમાપ્ત થાય છે. કેટલાક ભક્તો કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં જ જાય છે.ઉત્તરાખંડના ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચારેય ધામોના દરવાજા મે મહિનામાં ખુલશે.
રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો
યાત્રાળુઓ વેબસાઇટ, મોબાઈલ એપ, વોટ્સએપ અને ટોલ ફ્રી નંબર દ્વારા તેમની યાત્રાની નોંધણી કરાવી શકશે. આ માટે યાત્રાળુએ ઉત્તરાખંડ પ્રવાસન વિભાગની સત્તાવાર વેબસાઈટ યિલશતિિંફશિંજ્ઞક્ષફક્ષમજ્ઞિંીશિતભિંફયિ.ીસ.લજ્ઞદ.શક્ષ પર લોગઈન કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નોંધણી માટે, તમે વોટ્સએપ નંબર 8394833833 પર મેસેજ યાત્રા મોકલીને પણ નોંધણી કરાવી શકો છો. આ ઉપરાંત, પ્રવાસન વિભાગના ટોલ ફ્રી નંબર 0135-1364 પર કોલ કરીને નોંધણી કરવાની સુવિધા પણ છે. જ્ઞિંીશિતભિંફયિિિિંંફફિસવફક્ષમ મોબાઈલ એપ દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech