ગયા વર્ષે સમગ્ર વિશ્વમાં મંદીના કારણે શ થયેલ છટણીનો દોર આ વર્ષે પણ ચાલુ રહે તેવી શકયતા છે. ગૂગલે સેંકડો કર્મચારીઓને બરતરફ કર્યા છે અને અન્ય ઘણી મોટી વિદેશી કંપનીઓ તેમને કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે. દરમિયાન, ભારતના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. આ વર્ષે પણ ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધશે. આવી સ્થિતિમાં, અહીંના કર્મચારીઓને એશિયા–પેસિફિક ક્ષેત્રમાં સૌથી વધુ પગાર વધારો થવાની અપેક્ષા છે.કોર્ન ફેરીના નવીનતમ ભારત કમ્પેનસેશન સર્વે અનુસાર, ૨૦૨૪ માં ભારતીય કંપનીઓમાં સરેરાશ પગારમાં ૯.૭% વધારો થવાની સંભાવના છે જે ગયા વર્ષે તે ૯.૫% હતો.
સર્વેમાં જણાવાયું છે કે ભારતીય કંપનીઓ કી ટેલેન્ટને જાળવી રાખવા પર ભાર મુકીને કોસ્ટ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે છે. જેનો ફાયદો કર્મચારીઓ મેળવી શકે છે. આ વર્ષે, વિયેતનામ ૬.૭ ટકાના સરેરાશ પગાર વધારા સાથે બીજા સ્થાને અને ઇન્ડોનેશિયા ૬.૫ ટકા સાથે ત્રીજા સ્થાને હોઈ શકે છે. જાપાનમાં સૌથી ઓછો પગાર વધારો ૨.૫ ટકા હતો.
અમેરિકન કંપની આલ્ફાબેટની પેટાકંપની ગૂગલે સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકયા છે. કંપનીનું કહેવું છે કે ખર્ચ ઘટાડવા માટે છટણી કરવામાં આવી રહી છે. છટણીમાં મુખ્યત્વે હાર્ડવેર અને વોઇસ આસીસ્ટન્ટ તરીકે કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. કહેવાય છે કે કંપનીના ઘણા કામ હવે એઆઈની મદદથી કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કર્મચારીઓની છટણીનો તબક્કો ચાલુ રહેશે. અન્ય કંપનીઓએ પણ કર્મચારીઓની છટણીની તૈયારી કરી રહી છે.
આ વર્ષે, એમેઝોનના પ્રાઇમ વિડિયો અને એમજીએમ સ્ટુડિયો વિભાગમાંથી ૫૦૦ કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે. િલપકાર્ટ ૧૫૦૦ કર્મચારીઓની છટણી કરી શકે છે, એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક ૬૦૦ કર્મચારીઓની છટણી કરી શકે છે અને ગેમિંગ કંપની યુનિટી ૧૮૦૦ કર્મચારીઓની છટણી કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાત્ર 25 સેકંડ અને હુથીઓ હતા ન હતા થઈ ગયા અમેરિકાનો હુથી વિદ્રોહીઓ પર વિનાશક હુમલો
April 05, 2025 11:32 AMસુવરડામાં ફાઈટર પ્લેન દુર્ઘટનાના શહીદને ગ્રામલોકોએ આપી શ્રઘ્ધાંજલી
April 05, 2025 11:30 AMધુડસીયા ગામમાં દિવાલ ઘસી પડવાના કારણે મહિલાનો ભોગ લેવાયો
April 05, 2025 11:21 AMભારત સ્વદેશી વિમાનોનું ઉત્પાદન કરશે: નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુ
April 05, 2025 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech