સીબીઆઈએ એનઆઈએ અને ઈન્ટરપોલની મદદથી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ આતંકી તરસેમ સિંહની અબુધાબીમાંથી ધરપકડ કરી છે. મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડકવાર્ટર પર આરપીજી હત્પમલા અને અન્ય આતંકી કેસોમાં વોન્ટેડ સિંહને દિલ્હી પહોંચ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ૧૫ ઓગસ્ટ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે આ એક મોટી સફળતા મળી છે. તરસેમ સિંહની ધરપકડ બાદ ખાલિસ્તાનીઓના ઘણા રહસ્યો ખુલશે. અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસનો સામનો કરી રહેલા સિંહને અબુધાબીથી એનઆઈએ સુરક્ષા મિશન દ્રારા અહીં લાવવામાં આવ્યો હતો અને દિલ્હી પહોંચ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.સીબીઆઈના પ્રવકતાએ જણાવ્યું હતું કે, 'આ વ્યકિત વિદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી તે એનઆઈએ દ્રારા આતંકવાદ સંબંધિત ગુનાઓ અને આતંકવાદી ગતિવિધિઓને નાણાં પૂરા પાડવાના ગુના માટે વોન્ટેડ હતો.' પ્રવકતાએ કહ્યું, 'એનઆઈની વિનંતી પર, સીબીઆઈને ૧૩ નવેમ્બર ૨૦૨૩ના રોજ ઇન્ટરપોલ જનરલ સચિવાલય દ્રારા તેમની વિદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તે રેડ કોર્નર નોટિસ ઈન્ટરપોલના તમામ સભ્ય દેશોને આરોપીને શોધીને તેની ધરપકડ કરવા માટે મોકલવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech