ઓખામાં હોળીની રાત્રે બબાલ: હોળી બંધ કરવાનું કહી, છ શખ્સો દ્વારા હથિયારો વડે હુમલો

  • March 31, 2021 09:07 PM 

ઓખા ખાતે રવિવારે મોડી રાત્રે સ્થાનિક શખ્સો દ્વારા હોળી બંધ કરવાનું કહી અને હથિયારો વડે હુમલો કરી, ઈજાઓ કરવા સબબ છ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની જાહેર થયેલી વિગત મુજબ ઓખાના બર્માશલ કવાર્ટર વિસ્તારમાં એક પ્રોવીઝન સ્ટોર સામે રવિવારે રાત્રિના સમયે હોળી પ્રગટાવવામાં આવી હતી. ત્યારે રાત્રીના આશરે દોઢેક વાગ્યાના સમયે આ સ્થળે ચિરાગ ઉર્ફે અનો દિનેશભાઈ દરજી નામનો શખ્સ તેની સાથે ગાભુભા પબુભા સુમણીયા અને માયલો પબુભા સુમણીયા નામના શખ્સ સાથે લોખંડની ટોમી તથા લાકડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને હોળી બંધ કરાવવાનું કહી, બિભત્સ ગાળો કાઢી હતી. જેથી ફરિયાદી કેશુભા માણેકે સમજાવવા જતા આ સ્થળે રહેલા અન્ય આરોપીઓ જીતેશભા માંડણભા સુમણીયા, હેમુભા માંડણભા સુમણીયા અને પબુભા માણેક (રહે. ભીમપરા) નામના કુલ છ શખ્સોએ એકસંપ કરી, અને ફરિયાદીને લોખંડની ટોમીનો ઘા ફટકારી, સાહેદ રાકેશભાઈ તથા ધર્મેશભાઈને પણ બેફામ માર મારી, ઈજાઓ પહોંચાડી હતી.

આટલું જ આરોપી, પબુભા બધાને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ 324, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS