સિક્કામાં બે જૂથ વચ્ચે બબાલ: સરપંચ પર હુમલો

  • May 19, 2021 11:58 AM 

મરણનો દાખલો કઢાવવા બાબતના મનદુઃખમાં સામસામી ફરિયાદ

જામનગર તાબેના સિક્કામા સરમરીયા ડાડાની મંદિરની નજીક સરપંચ સહિતના પર હુમલો કરી ઈજા કર્યાની સામ સામે ફરિયાદ દાખલ થયેલ છે. મરણનો દાખલો કઢાવવા બાબતમાં મન દુખમાં બબાલ થયાનું પોલીસ મથકે જાહેર થયું છે.

સિક્કાના કારા ભૂંગા ખાતે રહેતા દિપક કેશવજીભાઇ ચૌહાણ ઉંમર વર્ષ 33 એ સિક્કા પોલીસ સ્ટેશનમાં કારા ભૂંગામાં રહેતા જગદીશ વાલજી ચૌહાણ, ધર્મેન્દ્ર વાલજી ચૌહાણ બંનેની સામે આઇપીસી કલમ 323, 324, 504, 114 તથા જી પી એક્ટ કલમ 135(1) મુજબ એવી ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના દાદા દેવજીભાઈ કરસનભાઈ આશરે વીસેક દિવસ પહેલા મરણ થયેલ હોય જેનો મરણનો દાખલો મળવા ફરિયાદીના કાકા મોતીલાલ દેવજીભાઇ રાજકોટ વાળાએ અરજી આપેલ હતી. જેથી ફરિયાદીએ આ બાબતે જગદીશને દાખલો પોતાને કેમ આપેલ નથી તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા આ વખતે અન્ય આરોપી આવી જતા ફરિયાદીને માથા, પગના ભાગે ઈટનો ઘા મારી ઇજા પહોંચાડી હતી તેમજ આંખો ઉપર, સાથળ માં મુંઢ ઈ જા પહોંચાડી હતી, તેમજ જેમતેમ અપશબ્દો કહી જાહેરનામાનો ભંગ કર્યો હતો.

સામા પક્ષે સિક્કા કારાભૂંગા ખાતે રહેતા સરપંચ જગદીશ વાલજી ચૌહાણ ઉંમર વર્ષ 32 એ વળતી ફરિયાદ સિક્કા પોલીસ સ્ટેશનમાં કાળા ભૂંગા ખાતે રહેતા દિપક કેશવજી ચૌહાણ, જીતેશ આલજી ચૌહાણની વિરૂદ્ધ આઈપીસીની કલમ 323, 324, 325, 504, 114 તથા જી પી એક્ટ કલમ 135(1) મુજબ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આરોપી દીપક ના દાદા દેવજીભાઈ જેનો મરણનો દાખલો આરોપીના મોટાબાપુ નાનજી દેવજી રાજકોટવાળા લઇ ગયેલ હોય જેનું મન દુઃખ રાખીને આરોપીઓએ બોલાચાલી કરી ઢીકા પાટોનો માર મારી સિમેન્ટની ઈટ માથામાં ઝીકી ફેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી. તેમજ જેમતેમ અપ શબ્દો કહ્યા હતા. આમ એકબીજાને મદદ કરી કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો બંને પક્ષની ફરિયાદના આધારે સિક્કા પોલીસે તપાસ હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS