આસામમાં ત્રણ બાંગ્લાદેશી નાગરિકોને સુરક્ષા દળોએ ભારતીય સરહદમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આ માહિતી આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આપી હતી. તેણે પોતાના સોસીયલ મીડિયા એક્સ હેન્ડલ પર કહ્યું કે BSF અને આસામ પોલીસે પ્રશંસનીય કામ કર્યું છે. સોમવારે બે મહિલાઓ સહિત ત્રણ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવામાં આવી હતી.
આસામના સીએમએ કહ્યું કે ત્રણેય ઘૂસણખોરોને સરહદ પારથી પાછા મોકલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરહદ પારથી ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ થઈ ગઈ છે. તેમના નામ અનવર હુસૈન, નસરીન શેખ અને બબલી શેખ છે.આ ત્રણેય ક્યા સ્થળેથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું નથી.
267.5 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ આસામને બાંગ્લાદેશ સાથે જોડે છે. આસામના કરીમગંજ, કચર, ધુબરી અને દક્ષિણ સલમારા-માનકાચર જિલ્લાઓ બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે. કરીમગંજમાં સુતારકાંડી ખાતે એક સંકલિત ચેક પોસ્ટ પણ છે. ઉત્તરપૂર્વમાં કુલ ત્રણ ICP છે. આમાંથી બે મેઘાલયના ડાવકી અને ત્રિપુરાના અખૌરામાં છે.
આસામના ડીજીપી જીપી સિંહે પહેલા જ કહ્યું હતું કે રાજ્ય પોલીસ અને બીએસએફ બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસોને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે. તમામ ભારતીય પાસપોર્ટ ધારકોને રાજ્યના એન્ટ્રી પોઈન્ટથી બાંગ્લાદેશ પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે.
થોડા દિવસો પહેલા પણ બાંગ્લાદેશમાંથી 5 લોકો આસામમાં ઘૂસ્યા હતા. જેમાં ત્રણ મહિલાઓ અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. દરેકની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે પણ હેમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે અમે ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહેલા બાંગ્લાદેશીઓની સાંઠગાંઠને ખતમ કરીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech