આ કારણથી કોરોનાના દર્દીને શાહરૂખની ઓફીસમાં BMC સારવાર આપી શક્યું નહીં

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારીમાં નેતાથી અભિનેતા સુધીના તમામ એકબીજાની મદદ કરી રહ્યાં છે. માયાનગરી મુંબઈમાં કોરોનાના કેસ વધવા લાગ્યાં ત્યારે બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કિંગખાન તરીકે જાણીતા શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને મુંબઈ મ્યુનિસિપલ કોરોપોરેશન(બીએમસી)ને પોતાની ચાર માળની ઓફીસ  કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે એપ્રિલ મહિનામાં આપવાની ઓફર કરી હતી. BMCએ કિંગખાનની આ ઓફર માટે તેનો આભાર માન્યો હતો પરંતુ BMC દ્વારા મેડિકલ સ્ટાફની અછતને કારણે મે મહિના સુધી ખાન દંપતિની ઓફીસનો ઉપયોગ કરી શકાયો નોહતો.

 

તાજેતરમાં મળતી માહિતી અનુસાર શાહરૂખનની ચાર માળની ઓફીસમાં 15 રૂમ ICU તરીકે તૈયાર કરવામાં આવ્યાં છે. 15 કોવિડ-19 પોઝિટિવ દર્દીઓને ઉત્તમ સારવાર આપી શકાય માટે રૂમ વેન્ટીલેટરથી માંડીને તમામ જરૂરી સુવિધાથી સજ્જ કરવામાં આવ્યાં છે. બોલીવુડના અનેક સ્ટાર કોરોનાની ઝપેટમાં આવી ચુક્યાં છે અને દેશભરમાં કોરોનાના દર્દી વધી રહ્યાં છે ત્યારે દર્દીઓની સારવાર માટે મેડિકલ ઓફીસર અને જરૂરી સુવિધાથી સજ્જ સ્થળોની અછત સર્જાઈ રહી છે. આવા નાજુક સમયે સ્ટાર દંપતિની મદદ BMC માટે ખૂબ લાભકારક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોવિડ-19ના બે લાખથી વધુ કેસ નોંધાયા છે અને   196થી વધુ ડોક્ટર કોરોનાની ઝપેટમાં આવી ચુક્યાં છે ત્યારે સાવચેતી અને માનવતાની ભાવના અનિવાર્ય બની જાય છે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS