ઉમેદવારોની પસંદગી માટે ભાજપનો માસ્ટર પ્લાન: 'નો રિપીટ' થિયરી સાથે કડક નિયમો
ઉમેદવારોની પસંદગી માટે ભાજપનો માસ્ટર પ્લાન: 'નો રિપીટ' થિયરી સાથે કડક નિયમો
April 02, 2026 11:17 AM
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આજે ગુજરાત પ્રદેશ ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમિટીની એક અત્યતં મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પક્ષે ઉમેદવારોની પસંદગી માટે કડક માપદંડો નિર્ધારિત કર્યા છે. સંગઠનને નવું જોમ પૂં પાડવા અને યુવા લોહીને પ્રાધાન્ય આપવા માટે ભાજપે આ વખતે 'શુદ્ધિકરણ'નો માર્ગ અપનાવ્યો છે. આ બેઠકમાં લેવાયેલા ચોંકાવનારા નિર્ણયો મુજબ, ભાજપે આ વખતે અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ પર કાતર ફેરવી દીધી છે. પક્ષ દ્રારા જાહેર કરાયેલા મુખ્ય નિયમોમા સંગઠનના વોર્ડ પ્રમુખ કે જિલ્લ ા પ્રમુખ જેવા હોદ્દા ધરાવતા કાર્યકરો ચૂંટણી લડી શકશે નહીં. પક્ષનો હેતુ છે કે આ નેતાઓ માત્ર સંગઠનલક્ષી અને ચૂંટણી પ્રબંધનની કામગીરી પર ધ્યાન આપે. વયમર્યાદાનું બંધન મુકવામાં આવ્યું છે. શારીરિક ક્ષમતા અને નવી પેઢીને તક આપવાના ઉદ્દેશ્યથી ૬૦ વર્ષથી વધુ વયના નેતાઓને ઉમેદવારીથી વંચિત રાખવામાં આવશે.અને જે નેતાઓ સતત ત્રણ ટર્મ સુધી ચૂંટાયેલા છે, તેમને આ વખતે આરામ આપવામાં આવશે. આ નિર્ણયથી અનેક જૂના જોગીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભાજપ નેતૃત્વએ સ્પષ્ટ્ર કયુ છે કે, વર્ષેાથી પક્ષના પાયામાં રહીને લોહી–પરસેવો વહાવનારા કાર્યકરોને આ વખતે પ્રાધાન્ય આપવામાં આવશે. પેજ સમિતિના સભ્યો અને પાયાના સક્રિય કાર્યકરોને સત્તામાં ભાગીદારી આપીને ભાજપ ગ્રાસટ લેવલે પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. આ બેઠકમાં માત્ર ઉમેદવારી જ નહીં, પણ રણનીતિ પર પણ ભાર મુકાયો હતો. પેજ સમિતિને વધુ સક્રિય કરવી અને લોકસંપર્ક અભિયાન દ્રારા સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો લયાંક નક્કી કરવામાં આવ્યો છે. ભાજપના આ આકરા અને શિસ્તબદ્ધ અભિગમે રાયના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે, યારે બીજી તરફ ટિકિટની આશા રાખતા અનેક સિનિયર નેતાઓના સમીકરણો બદલાઈ ગયા છે.