BREAKING NEWS

ગોંડલમાં ભાજપનું ભવ્ય શકિત પ્રદર્શન કેસરીયા માહોલ વચ્ચે ઉમેદવારોએ ફોર્મ ભર્યા

  • April 11, 2026 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જગં હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે ગોંડલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્રારા યોજાયેલી જંગી મહારેલીએ વિરોધીઓને પોતાની તાકાતનો પરચો આપ્યો હતો..ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટી પડું હતું. જેમાં રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ટોળીયા, અશોકભાઈ પીપળીયા, રાજકિય આગેવાનો, અગ્રણીઓ જીલ્લા અને તાલુકાના રાજકીય આગેવાનો,જીલ્લા ના મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સવારે ૧૦ કલાકે દાસીજીવણ પાર્ટી પ્લોટથી આ મહારેલીનું પ્રસ્થાન થયું હતું. શહેરના મુખ્ય માર્ગેા જેવા કે બસ સ્ટેન્ડ રોડ, ગુંદાળા દરવાજા, ડો. બાબાસાહેબ આંબેડકર ચોક અને માંડવી ચોક પરથી પસાર થતી આ રેલીમાં કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીજેના તાલે 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' ના નારા સાથે સમગ્ર ગોંડલ ગુંજી ઉઠું હતું. માર્ગમાં આવતા તમામ સ્ટેચ્યુને હારતોરા કરી સન્માનવામાં આવ્યા હતા.
રેલી દરમિયાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છેલ્લ ા બે વર્ષથી બહારના લોકોએ ગોંડલને બદનામ કરવાના જે પ્રયત્નો કર્યા છે, તેનો જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. આગામી ૨૮ તારીખે સાબિત થઈ જશે કે આ ગોંડલ છે, મિર્ઝાપુર નથી. આ સર ભગવતસિંહજીનું સંસ્કારી ગોંડલ છે અને જનતા પેઢીઓ સુધી યાદ રહે તેવો જવાબ આપશે. રાજકોટ જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મગનભાઈ ઘોણીયાએ આ રેલીને 'સ્વયંભૂ' ગણાવતા કહ્યું હતું કે, કોરોના કાળમાં જયરાજસિંહ અને તેમના પુત્રએ કરેલી સેવા આજે જનતાના આશીર્વાદ પે દેખાઈ રહી છે. રેલીના અંતે તમામ ઉમેદવારોએ તાલુકા સેવા સદન ખાતે પહોંચીને પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. ચૂંટણી પ્રક્રિયા માટે અલગ–અલગ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં જીલ્લા પંચાયતની ૫ સીટો માટે  બી.આર. સોજીત્રા (નાયબ જીલ્લા વિકાસ અધિકારી), નગરપાલિકા (વોર્ડ ૧ થી ૬) રાહત્પલ ગમારા (ડેપ્યુટી કલેકટર), નગરપાલિકા (વોર્ડ ૭ થી ૧૧) જે.એન. ગૌસ્વામી (ડેપ્યુટી ડીડીઓ), તાલુકા પંચાયત આર.બી. ડોડીયા અને એસ.પી. ડાંગર, ને ઉમેદવારી પત્ર આપ્યા હતા. સુરક્ષાની ધ્ષ્ટ્રિએ બી ડિવિઝન  પીઆઈ જે.પી. રાવ અને જે.આર. ઝાલાના માર્ગદર્શન હેઠળ ૬૦થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News