આજે ભાજપનું પ્રથમ લિસ્ટ: ગુજરાતમાં 4 રિપીટની વાતો

  • February 29, 2024 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા 2024ને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા, તૈયારી શરૂ કરી દેવામાં આવી છે તેના ભાગરૂપે ગઈકાલે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રભારી રત્નાકર અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી જઈને ગુજરાતની તમામ બેઠકોનો અહેવાલ આપી ચૂક્યા છે ગઈકાલે મોડી રાત્રે પરત ફરેલા આ તમામ આગેવાનો ગુજરાતની તમામ બેઠકોના દાવેદારોની પેનલો હાઈ કમાન્ડ ને સોંપી ચૂક્યા છે હવે મોદી શાહની જોડી આ સિવાય કોઈ નવા નામ જાહેર કરે તો નવાઈ પામવા જેવું નહીં રહે કારણ કે ગુજરાત પ્રદેશ માળખા અને વિધાનસભાની ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નો રિપીટેશન થીયરીને લઈને આ વખતે પણ કંઈક નવું જ થાય તેવા સંકેત મળી રહ્યા છે.
બિન સત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્રમાંથી એક મહિલાને અને મધ્ય ગુજરાતમાંથી એક પુરુષ સાંસદને ભાજપ તક આપશે તો અમિત શાહ અને પાટીલનું ફરી ચૂંટણી લડવાનું નક્કી જ છે તો 20 જેટલા સાંસદોને ઘરે બેસાડવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો હોવાનું પાટનગરમાં ચચર્યિ રહ્યું છે.

ભાજપ્ના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વિધાનસભા 2022 અને રાજ્યસભાની ચૂંટણીની માફક લોકસભા 2024 ની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહ મંત્રી અમિત શાહ ની જોડી સંગઠનમાં સ્થાનિક સ્તરે કરેલા નામોની કોઈ ચચર્િ જ ન હોય તેવા યુવાન ચહેરાઓનો ઉમેદવાર તરીકે જાહેર કરીને લોકોને ચૂકાવી શકે છે આ વખતે ભાજપ્ની 26 માંથી 20 બેઠકો પરના સાંસદોને ઘરે બેસાડવામાં આવે તે વાત નક્કી છે.

દિલ્હીમાં આજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાનાર છે ત્યારબાદ પ્રથમ સો ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવશે જેમાં ગુજરાતની ચાર બેઠક ના નામો જાહેર થઈ જશે. તે પૂર્વે ગઈકાલે ગુજરાતની 26 બેઠકો માટે તૈયાર કરવામાં આવેલી પેનલ પર ભાજપ્ના હેડ ક્વાર્ટર ખાતે ચૂંટણી સમિતિ સમક્ષ દાવેદાર ઉમેદવારો અને વિસ્તારોની ચચર્િ કરવામાં આવી હતી હવે આખરી નિર્ણય આજે લેવાઈ જશે આમ પ્રથમ યાદી જાહેર થવાનું કારણ શરૂ થઈ ચૂક્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application