રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા ત્યારથી ભાજપમાં વોર્ડવાઈઝ ડખ્ખા ચાલી રહ્યા છે અને ડેમેજ કંટ્રોલ કરવાના નિષ્ફળ ગયા ભાજપનું ચૂંટણી સંચાલન ડખે ચડેલું જોઈને પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટ શહેર ભાજપ સંગઠનથી ભારે નારાજ થયા છે. દરમિયાન આ મામલે ગાડી પાટે ચડાવવા માટે તેમણે આજે બપોરે ૩.૩૦ કલાકે શહેર ભાજપના હોદ્દેદારોની તેમજ ઉમેદવારોની તેમ બબ્બે અલગ અલગ બેઠક બોલાવી છે. રાજકોટના સંગઠન પ્રભારી અનિરૂધ્ધભાઈ દવે પણ ઉપરોકત બેઠકમાં ઉપસ્થિત રહેનાર હતા પરંતુ તેમને કોઈ કારણોસર અન્ય કામ આવી જતા તેઓ રાજકોટથી રવાના થઈ ગયા હતા.રાજકોટ શહેરના અનેક વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ પેનલ ટુ પેનલ પ્રચાર કરવાના બદલે ા ૫ ખાનગીમાં વ્યક્તિગત પ્રચાર શરૂ કર્યો હોવાનું પ્રભારી મંત્રીના ધ્યાને આવતા તેમણે ભારે નારાજગી વ્યકત કરી હતી અને જે વોર્ડમાં આવું ચાલી રહ્યું હોય તે વોર્ડ નંબર અને આવી પ્રવૃતિ કરી રહેલા ઉમેદવારના નામનું લીસ્ટ આપવા હોદ્દેદારોને આદેશ કર્યો હતો. જો તાત્કાલીક અસરથી આ પ્રવૃત્તિ બંધ કરવામાં નહીં આવે તો પ્રદેશને જાણ કરાશે અને શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેવી પણ ચીમકી આપી હતી. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ શહેર સંગઠનના 21 હોફેદારોને એવા મતલબનો ઠપકો પણ આપ્યો હતો કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ વધુ ડખ્ખા અને ૫૦ ગરમાગરમી હોય તે સૌ કોઈ સમજી શકે તેવી વાત છે. ચૂંટણી લડવા માટે દરેક કાર્યકર્તા ઈચ્છુક હોય અપેક્ષીતો અને દાવેદારોની સંખ્યા વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની તુલનાએ અનેક ગણી વધુ હોય છે પરંતુ ભાજપ એક વખત ઉમેદવારો જાહેર કરે ત્યાર બાદ દરેકે કામે લાગી જવાનું હોય છે. ઉમેદવારોના નામ જાહેર થયાના પાંચથી છ દિવસ વિતી ગયા પછી પણ વોર્ડવાઈઝ ડખ્ખા બંધ થયા નથી તે સારી વાત નથી. અસંતુષ્ટો, દાવેદારો, ટિકિટમાં કપાયેલાઓ અને દુભાયેલાઓને સાંભળવાના હોય પરંતુ તેની એક મર્યાદા હોય છે. આટલા દિવસ વિતી ગયા હોવા છતાં ડેમેજ કંટ્રોલ કેમ થતું નથી ? તે મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સહિતના હોદ્દેદારોને ઠપકો આપ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ઉમેદવારોને કોઈપણ સંજોગોમાં વ્યકિતગત પ્રચાર નહીં કરવા અને પેનલ ટુ પેનલ મતદાન માટેની અપીલ કરવા જ કડક તાકીદ કરી હતી.