ભાજપનું કમબેક : વોર્ડ નંબર 1, 4, 7, 10, 16, 13 ભાજપની પેનલની જીત, ઉજવણી શરૂ

 • February 23, 2021 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં તમામ વોર્ડના મતોની ગણતરી શરુ થઈ ચુકી છે. શરૂઆતી વલણમાં રાજકોટમાં ભાજપના ઉમેદવારો આગળ હતા. જ્યારે 10 કલાક સુધીમાં કેટલાક વોર્ડમાં ભાજપની પેનલ જંગી બહુમતીથી જીતી પણ ચુકી છે. રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના પરિણામોની વિગતો આ મુજબ છે. 
 

 • વૉર્ડ નં.૭માં ભાજપની પેનલ કુલ ૨૮૦૦૦થી વધુ મતથી વિજેતા,ચારેય ઉમેદવારને ૧૪૦૦૦થી વધુ મત મળ્યા
   
 • વોર્ડ નંબર 10માં ભાજપની પેનલ જંગી બહુમતીથી વિજેતા બની
  ૧, ડો.રાજેશ્રી બેન ડોડીયા - 14597
  ૨, જ્યોત્સનાબેન ટીલાળા - 16356
  ૩, ચેતન ગંગદાસ સુરેજા - 16410
  ૪, નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા - 14939
   
 • વોર્ડ નંબર ૪મા પાંચ રાઉન્ડ પૂરાં:ભાજપના કાળુભાઈ કુગશીયાને ૧૨૯૧૯, કંકુ બેન ઉધરેજાને ૧૨૪૪૨, નયના બેન પેઢડીયાને ૧૧૮૬૭, પરેશભાઈ પીપળીયા ને ૧૧૪૫૪ મત
  મળ્યા
   
 • વોર્ડ નં.૮માં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારો ડો.દર્શના પંડ્યા, પ્રીતિ દોશી ,અશ્વિન પાંભર અને બિપિન બેરા કુલ ૫૦૦૦મતથી આગળ
   
 • વોર્ડ નં.૮માં બીજો રાઉન્ડ પૂર્ણ, ભાજપની પેનલ સતત આગળ
   
 • વોર્ડ નંબર ૪ માં આમ આદમી પાર્ટીના રાહુલ ભૂવાને ૯૦૦૦થી વધુ મત મળ્યા
   
 • વોર્ડ નંબર ૪ માં ભાજપના તમામ ૪ ઉમેદવાર કાળુભાઈ કુગશીયા, કંકુ બેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, પરેશભાઈ પીપળીયા વિજેતા
 • રાજકોટ વોર્ડ નંબર 1માં 4 રાઉન્ડ પૂર્ણ:ચારેય બેઠક પર ભાજપ આગળ

  અલ્પેશ મોરજરીયા 13332, દુર્ગાબા જાડેજા 11844 , ભાનુબેન બાબરીયા  11703 અને હિરેન ખીમાંણીયા ને મળ્યા 11692 મત


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS