મનપામાં ભાજ૫-૬૫, કોંગ્રેસ-૭, આપ-૦
૧૮માંથી ૧૬ વોર્ડમાં ભાજપની પેનલના ચારેય ઉમેદવારો વિજેતાઃ ફકત જંગલેશ્વરના વોર્ડ નં.૧૬માં કોંગ્રેસની પેનલ વિજેતાઃ કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં.૧૫માં ધારાસભ્ય ઉદય કાનગડે ગાબડું પાડયું, વોર્ડ નં.૧૫માં પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા પરાજીત, ભાજપના નિલેશ હેરભા ૧૫૪ મતે જીતી ગયા |
આજકાલ પ્રતિનિધિ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આપ વચ્ચે એ ચારેચાલિયાસિયા ચૂંટણી જંગમાં રાજકોટવાસીઓએ ભાજપને સુકાન સોંપ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું રાજ આવ્યું છે. ભાજપે કુલ ૭૨માંથી ૬૫ બેઠકો કબજે કરી છે. જંગલેશ્વર વિસ્તારના વોર્ડ નં. ૧૬માં મેગા ડિમોલિશનના આફ્ટર શોક આપતા હોય તેમ મતદારોએ આ વોર્ડની ચારેય બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડયા છે. જયારે વોર્ડ નં.૧૫માં જબરો અપસેટ સર્જાયો હતો. પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા પરાજીત થયા છે અને ભાજપના યુવા ઉમેદવાર નિલેશ હેરભા ૧૫૪ મતે જીતી ગયા છે.
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આ વખતે અનેક રીતે મહત્વની હતી. એસઆઇઆર બાદ પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં ૧.૦૮ લાખ મતદારોના ઘટાડા છતાં ભાજપની લીડમાં કોઈ ઘટાડો થયો નથી અને ઉલટો વધારો થયો છે. આ ઉપરાંત ૨૭ ટકા ઓબીસી અનામત બાદ પણ આ પહેલી ચૂંટણી હતી. ઓબીસી મતદારોએ અનામતને વધાવતા હોય તેવો જનાદેશ આપી જયાં જયાં ભાજપના ઓબીસી ઉમેદવાર ઉભા હતાં ત્યાં તેમને જંગી બહુમતીથી જીતાડયા છે.
વોર્ડ નં.૧, વોર્ડ નં.૨, વોર્ડ નં-૩, વોર્ડ નં.૪, વોર્ડ નં.પ, વોર્ડ નં.૬, વોર્ડ નં.૭, વોર્ડ નં.૮, વોર્ડ નં.૯, વોર્ડ નં.૧૦, વોર્ડ નં.૧૧, વોર્ડ નં.૧૨, વોર્ડ નં. ૧૩, વોર્ડ નં.૧૪ સુધી મતગણતરીમાં તમામ વોર્ડમાં ભાજપની પેનલના તમામ ઉમેદવારો જંગી
બહુમતીથી વિજેતા થયા હતાં. જયારે એકમાત્ર વોર્ડ નં.-૧૫માં અપસેટ સર્જાયો હતો. ત્યાં આગળ કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાનો પરાજય ધરી હતી તેની ઉમેદવાર નિલેશ હેરભા ચૂંટણી જીતી ગયા હતાં. વોર્ડ નં.૧૫માં કયારેય ભાજપ જીતે નહીં તેમ કહેવાતું હતું તે માન્યતા આ ઉદય કાનગડે વ્યૂહરવનાથી ભાજપના ચૂંટણીથી ખોટી પડી છે. કોંગ્રેસના ગઢ વોર્ડ નં.૧૫ના કાંગરા કાનગડે ખેરવી નાખ્યા છે. જયારે જંગલેશ્વર વિસ્તારમાં થયેલા મેગા ડિમોલિશનની અસર વોર્ડ નં.૧૬માં જોવા મળી. વોર્ડ નં. ૧૬માં કોંગ્રેસના ચારેપ ઉમેદવાર રસીલાબેન ગરૈયા, દિત્રીબેન સોલંકી, અર્જુનભાઈ ચૌહાણ અને ઈબ્રાહીમભાઈ સૌરાનો ભવ્ય વિજય થયો હતો. ભાજપના ઉમેદવારો પેનલ ટુ પેનલ વિજેતા થતાં તમામ વોર્ડમાં હર્ષોલ ાસ જોવા મળ્યો હતો અને મત ગણતરી સ્થળેથી જ વિજય સરઘસ યોજવામાં આવ્યા હતાં.
વશરામ જીત્યા પછી હારી ગયાઃ ઓબીસી સમિકરણના આધારે નીલેશ હેરભા જીત્યા
વોર્ડ નં. ૩માં કોંગ્રેસના ઉમેદવારો જીતશે તેવી અફવા ચાલી હતી પરંતુ ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા)ની પેનલના ચારેય ઉમેદવારો ભૂતકાળમાં કયારેય ન મળી હોય તેટલી જંગી બહુમતીથી વિજેતા થયા હતાં. વોર્ડ નં.૩માં નરેન્દ્રસિંહ જાડેજાને સૌથી વધુ મત અને લીડ મળી છે. આ ઉપરાંત કોળી ઉમેદવાર અજય હરેશભાઈ મજેઠીયાને પણ લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે. સિંધી સમાજના પ્રતિષ્ઠિત પરિવારના હીનાબેન નવીનભાઈ બેલાણીને પણ મતદારોએ પ્રચંડ આવકાર આપ્યો છે. જયારે અલ્પાબેન દિપકભાઈ દવેને પણ બીજી વખત લોકસેવા કરવાની તક આપી છે.
આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
રાજકોટ મનપામાં મોટો ઉલટફેર સામે આવ્યો છે. મતગણતરીમાં ઓબીસી સમીકરણને આધારે કોંગ્રેસના કદાવર નેતા વશરામ સાગઠીયા જીત્ય બાદ હારી ગયો છે. ઓબીસી અનામતમાંથી લડી રહેલા નીલેશ હેરભા તેની સામેના ઉમેદવાર સામે હાર્યા હતા પણ જનરલ કેટેગરીના ઉમેદવાર વશરામ કરતા તેને વધુ મત મળતા વિજેતા જાહેર કરાયા હતા. રાજકોટ મનપાની ૩૨ બેઠકોમાંથી ૬પ બેઠકો પર ભાજપે કબજો કરી લીધો છે. ૧૮ વોર્ડમાંથી ૧૯ વોર્ડ અને એક બેઠક પર ભાજપે કબજો કર્યો છે. મનપાની ચૂંટણીની મતગણતરીમાં ઓબીસી સમીકરણને આધારે કોંગ્રેસના કદાવર નેતા વશરામ સાગઠિયાની હાર થઈ છે. આમ આદમી દિ અને માટે નાભી ૧૫ની ત્રણ ત્રણ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ગત ટર્મની સરખામણીએ કોંગ્રેસની ત્રણ સીટો વધી છે.
આજકાલ પ્રતિનિધિ રાજકોટ
રાજકોટમાં જાણીતા આરજે અને ઉમેદવાર આભા દેસાઈને હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ વોર્ડ નં ૧૦ના કોંગ્રેસ ઉમેદવાર હતા. અહીં ભાજપની પેનલનો વિજપ થયો છે. ઉમેદવારી નોંધાવી ત્યારથી જ તેઓ ચર્ચામાં હતા. જ્યારે તેઓ રેડિયા જગતના જાણીતા ચહેરા છે અને સોશિયલ મીડિયામાં પણ મોટાપ્રમાણમાં ફોલોઅર્સ ધરાવે છે. શહેરમાં જાણીતા રેડિયી જગતના ચહેરા આર. જે. આભાએ વોર્ડ
કોંગ્રેસના ઉમેદવાર આરજે આભાની હાર
નંબર ૧૦માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી રેડિયો દ્વારા લોકો સાથે જોડાયેલા રહેલા આભાએ સીધી જનતા વચ્ચે રહી તેમની સમસ્યાઓ ઉકેલવાની વાત કરી હતી. આ રીતે રાજકોટની આ ચૂંટણીમાં પરંપરાગત રાજકીય ચહેરાઓ વચ્ચે એક નવા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. આર.જે. આભાની આ લોકપ્રિયતા સંવાદનો અનુભવ ધરાવે છે. જોકે, ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડયો છે. તેઓ ઈન્સ્ટાગ્રામ પર તેમના ૩ લાખથી અને
વિપક્ષનું પદ મેળવવા માટે હજી વધુ એક બેઠકની જરૂર
રાજકોટમાં વોર્ડ નંબર ૧૬માં પરાજય માટે જંગલેશ્વરનું ડિમોલિશન જવાબઘર ગણવામાં આવી રહ્યું છે. ભાજપના ઉમેદવાર નીલેશ હેરભા ઓબીસી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મકબુલ ઘઉઘણી સામે હાર્યા હતાં. પરંતુ જનરલ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા વશરામ સાગઠીયાની સામે સરસાઈમાં વધુ મત મળતાં ચૂંટણી અવિકારી દ્વારા નિલેશ હેરભાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસને વિપક્ષનું પદ મેળવવા માટે હજી વધુ એક બેઠકની જરૂર છે.
વધુ ફોલોઅર્સ છે. તેમનું કહેવું છે કે છેલ્લા ૧૫ વર્ષથી તેઓ લોકો સાથે સીધો સંવાદ કરતા આવ્યા છે.
ઉમેદવારી નોંધવ્યા પછી તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં મૂળભૂત સમસ્યાઓ આજે પણ પથાવત છે. ખાસ કરીને શહેરના રસ્તાઓની ખરાબ હાલતને કારણે લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવી પડે છે. ખાડા-ખબડાવાળા રસ્તાઓને કારણે કમર અને સ્પાઈન સંબંધિત તકલીફો વધતી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬માંથી ૩૪ બેઠક પર ભગવો લહેરાયો +
કોલકીમાં કોંગ્રેસ અને મોવિયામાં આપના ઉમેદવાર વિજયી
આજકાલ પ્રતિનિધિ રાજકોટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી આજે વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૩૪ બેઠક પર ભગવો લહેરાયો છે. તેમજ કોંગ્રેસ અને આપ એક એક બેઠક મેળવી શકી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આજે સવારથી જ મતગણતરી શરૂ કરી દેવામાં આવી
છે. જેમાં સાર્વત્રિક ભાજપનો વિજય હતો જોવા મળી રહ્યો છે. જોકે અનેક જગ્યાએ આપ અને કોંગ્રેસે પણ બેઠકો કબજે કરી છે. રાજકોટ જિલ્લ | પંચાયતની કુલ ૩૬ બેઠકો માટે આજે સવારથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ જિલ્લા પંચાયતની માંથી ૩૬ બેઠકોનું અંતિમ પરિણામ આવી ગયું છે જેમાં ભાજપે ૩૪ બેઠકો પર કબજો કર્યો છે. જ્યારે કોંગ્રેસે કોલકી ૩૬
રાજકોટ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં ભાજપે ૭૮ બેઠક જીતી
કોંગ્રેસે ૯ બેઠક અને આમ આદમી પાર્ટીએ ૧૬ બેઠક કબજે કરી; સાંજે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે
આજકાલ પ્રતિનિધિ રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની મતગણતરી આજે વહેલી સવારવી જ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ તાલુકા પંચાયત સંબંધિત પ્રાપ્ત માહિતી
અનુસાર ૧૦૩ બેઠકોના પરિણામ આવી ગયા છે. જેમાં મહત્તમ બેઠક બેઠક પર ભગવો લહેરાયો છે. તેમજ કોંગ્રેસ અને આપએ પણ બેઠકો મેળવી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આજે સવારથી જ સ્વાનિક સ્વરાજની
બેઠક કબજે કરી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર અરુણાબેન રસિકભાઈ ભાષાએ ૬૩૬૧ મતો મેળવ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ પણ એક બેઠક જીતી છે. જેમાં આપના ઉમેદવાર આરતીબેન નરેશભાઈ જેતાણીએ ૭૫૬૫ મતો મેળવી મોવિયાની બેઠક જીતી લીધી છે. # ચૂંટણી જીતેલા ઉમેદવારીએ છત મેળવતા સાથે જ ભવ્ય રીતે ઉજવણી શરુ કરી દીધી છે.
ચૂંટણીઓ માટે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સાર્વત્રિક ભાજપનો વિજય થતો જોવા મળી રહ્યો છે. જોકે અનેક જગ્યાએ આપ અને કોંગ્રેસે પણ બેઠકો કબજે કરી (અનુ. ૧૧મા પાને)