ખંભાળિયામાં જી.પી.એસ.સી.ના પરીક્ષાઓને ભાજપના કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ

  • March 22, 2021 10:26 AM 

જી.પી.એસ.સી. ક્લાસ 1 તથા 2ની પરીક્ષાઓનો ગઈકાલથી પ્રારંભ થયો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જુદા જુદા કેન્દ્ર ખાતે આ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ મહત્વની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ઉચ્ચ ટકાવારી સાથે ઉત્તીર્ણ થાય તેવી શુભેચ્છાઓ સાથે ખંભાળિયાની સેન્ટ કર્વે સ્કુલ ખાતે અહીંના ભાજપના કાર્યકરો દ્વારા તમામ પરીક્ષાર્થીઓને માસ્ક આપી, શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, અને પિયુષભાઈ કણજારીયા, હસુભાઈ ધોળકિયા, ભવ્ય ગોકાણી, જયેશ કણજારીયા, ફાલ્ગુનીબેન વ્યાસ, મનિષાબેન ત્રિવેદી, કોમલબેન દત્તાણી, રેખાબેન ખેતીયા, વનરાજસિંહ વાઢેર, માનભા જાડેજા, રાણાભાઇ ગઢવી સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

   આ દરમિયાન ખાસ ઉપસ્થિત રહેલા ઓખાના સામાજિક કાર્યકર અને પરીક્ષાર્થી પૂજાબેન દવેએ ભાજપના કાર્યકરોના આ સરાહનીય કાર્યને બિરદાવી, દરેક કાર્યકરને દ્વારકાધીશના ઉપરણા વડે સન્માનિત કર્યા હતા.

           


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS