જૂનાગઢ મનપામાં ચૂંટણી પહેલા કેસરિયો લહેરાયો, વોર્ડ નં.3 અને 14માં ભાજપની પેનલ બિનહરિફ, વોર્ડ નં. 12માં પણ નવાજૂનીના એંધાણ

  • February 03, 2025 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ મનપાની આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી પહેલાં ભાજપને મોટી સફળતા મળી છે. વોર્ડ નંબર 3 અને 14માં ભાજપની સમગ્ર પેનલ બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવારે ભાજપને સમર્થન આપ્યું છે.

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે. જોકે, ચૂંટણી પહેલા જ જુનાગઢના વોર્ડ નંબર 3 ના ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. વૉર્ડ નંબર 3 ના ભાજપના ઉમેદવાર સરીફાબેન કુરેશી, સહેનાઝબેન કુરેશી, અબ્બાસ કુરેશી અને હરસુખભાઈ મકવાણા ચૂંટણી પહેલા જ બિનહરીફ થયા છે.


જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું હતું કે, આજે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ચકાસણીનો દિવસ હતો. તેમજ આજના દિવસે જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા તેને ફોર્મ પરત ખેંચવાનો દીવસ હતો. ત્યારે જુનાગઢ વોર્ડ નંબર ત્રણના જે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેને ભાજપની વિચારધારા સાથે જોડાવાની ઈચ્છા હતી. જેથી વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના ઉમેદવારો ભાજપમાં જોડાઈ જતા આજે વોર્ડ નંબર ત્રણની ભાજપની પેનલ બિનહરીફ થઈ છે.

આ ઉપરાંત વોર્ડ નંબર 14 ની ભાજપની પેનલ પણ બિન હરીફ થઈ છે. જેમાં વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવાર જમકુબેન અરજણભાઈ છાયા, બાલુભાઇ ભગાભાઈ રાડા, આઘ્યશક્તિબેન મજમુદાર, કલ્પેશભાઈ અજવાણીની પેનલ બિન હરીફ થઈ છે. તેમજ વોર્ડ નંબર 12 ના કોંગ્રેસના ઉમેદવાર દીલીપભાઈ ગલે ભાજપના સમર્થનમાં પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. ત્યારે જુનાગઢ શહેરના વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર 14ના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News