જામનગરની તમામ પાલિકા પંચાયતો પર ભાજપ કબ્જો કરશે: ધનસુખ ભંડેરી

  • March 01, 2021 11:52 AM 

કેન્દ્રની સરકાર અને રાજયની સરકારે કરેલા કામો ગ્રામ્ય જનતાને યાદ છે: સ્થાનિક આગેવાનોએ પણ ખુબ મહેનત રાખી: પેજ પ્રમુખોની મહેનત પણ સાર્થક નિવડી: મહાનગરપાલિકાઓની જેમ પંચાયતો પર કેસરીયો છવાઇ જશે

જામનગર જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સહિત તમામ પંચાયતો પર ભગવો લહેરાશે તેમ જામનગરના પ્રભારી ધનસુખભાઇ ભંડેરીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે અને કહ્યું છે કે, કેન્દ્ર અને રાજયની સરકારે કરેલા કાર્યો ગ્રામ્ય જનતાએ યાદ રાખ્યા છે અને ધીંગુ મતદાન કર્યુ છે, આ તમામ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફે થયું હોવાનો દાવો અમે કર્યો હતો.

ગઇકાલે પંચાયતોની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા માટે જામનગરના પ્રભારીએ અહીં મુકામ કર્યો હતો અને સાંસદ પૂનમબેન માડમ સાથે કયાં કેવી રીતે મતદાન ચાલી રહ્યું છે તેની તમામ વિગતો મેળવી હતી, માર્ગદર્શન પુ પાડયું હતું અને તેઓ આખો દિવસ અહીં રોકાયા હતાં.

જામનગરના પ્રભારીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લા પંચાયતની 24માંથી 22 બેઠકો ભાજપને મળશે અને કોંગ્રેસને ભાગે બે સીટ આવે તો આવે, તમામ છ તાલુકા પંચાયત પર ભાજપનો કેસરીયો લહેરાશે, સિકકા નગરપાલિકામાં પણ કમળ ખીલી ઉઠશે, ગુજરાત રાજયમાં પણ તમામ પાલિકા પંચાયતો ભાજપ કબ્જે કરશે.

દેશમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કરેલા કાર્યો, ગુજરાતમાં રાજયની પાણી સરકારે કરેલા કાર્યો તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરેલા ફેરફારોને કારણે ભાજપ તરફે ગ્રામ્ય જનતાએ ધીંગુ મતદાન કર્યુ છે, આ ઉપરાંત સ્થાનિક તમામ ભાજપના આગેવાનો, સાંસદ, મંત્રીઓ, ધારાસભ્યો, સંગઠન પાંખના વડાઓ, પેજ પ્રમુખો અને કાર્યકરો આ બધાએ એકી સાથે ભારતીય જનતા પાર્ટી માટે ખુબ કામ કર્યુ છે, સરકાર અને સંગઠનના માઘ્યમથી અમે પ્રજા વચ્ચે પહોંચ્યા અને ગુજરાતભરમાં અમે સફળ થશું.

ધનસુખભાઇ ભંડેરીએ પરીણામના એક દિવસ પહેલા આ મહત્વની આગાહી કરી છે અને તેઓ જામનગરના પ્રભારી હોવાથી વર્તમાન રાજકીય સ્થિતિથી સુપેરે વાકેફ હોવાનું ગણી શકાય, આવા સંજોગોમાં એમણે કરેલો દાવો અત્યંત મહત્વનો માનવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS