જુુલાઈમાં ગુજરાતમાં ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ: કેન્દ્રિય કેબિનેટમાં ગુજરાતનું વજન ઘટશે

  • June 07, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત લોકસભાની બેઠકના પરિણામોની અસર સીધી કેન્દ્રીય મંત્રી મંડળના જોવા મળશે આગામી સરકાર રચાવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેની ચર્ચાઓ શ થઈ ચૂકી છે તો આ વખતે કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વ પર કાપ આવશે તેવા સ્પષ્ટ્ર સંકેત મળી રહ્યા છે. તો બીજી બાજુ જુલાઈ મહિનામાં પ્રદેશ અધ્યક્ષ ની વરણી આખરી કરી દેવામાં આવશે જેમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામોની અસર જોવા મળશે.
લોકસભા–૨૦૨૪ના ચૂંટણી પરિણામોમાં ભાજપને ૨૪૦ અને એનડીએને ૨૯૩ બેઠક મળી છે યારે બીજીબાજુ કોંગ્રેસને ૯૯ બેઠકો સાથે તેમના ગઠબંધન ઈન્ડિયાને ૨૩૪ બેઠકો પ્રા થઈ છે. આ ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસને બહત્પમતી મળી નથી, પણ એનડીએને બહત્પમતી મળી છે, જેમાં જેડીયુ અને ટીડીપી સામેલ છે. ચૂંટણી પરિણામ બાદની સ્થિતિ એવી છે કે, હવે ભાજપ ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ તથા જેડીયુના નીતિશકુમારના ટેકાથી એનડીએની સરકાર રચાય તેવી સ્થિતિ આકાર પામી રહી છે.
એનડીએની સરકાર રચાશે તો તમામ સાથી પક્ષોના સાંસદોનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવો પડશે અને એમાં ગુજરાતના સાંસદોને મળવાપાત્ર મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. હાલને તબક્કે જો અને તો'ના આધારે એવી ચર્ચા થઈ રહી છે કે, જો ગુજરાતના કવોટામાંથી મંત્રીઓ લેવાનું થાય તો એસ.જયશંકર, અમિત શાહ, ગુજરાતમાંથી રાયસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પરશોત્તમ પાલા કે મનસુખ માંડવિયા અને સી.આર.પાટીલનો સમાવેશ થાય એવી શકયતા છે. ગત મંત્રીમંડળના સભ્યો પૈકી દેવુસિંહ ચૌહાણનું પત્તુ કપાય એમ મનાય છે. નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં એનડીએની સરકારમાં ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાતના અધ્યક્ષ સી.આર.પાટીલને સ્થાન મળી શકે છે.
એનડીએની સરકારમા આ પરિસ્થિતિમાં ગુજરાતના બેથી ત્રણ મંત્રી ઓછા થાય તેવી શકયતા છે. એવી જ રીતે ગુજરાતમાં જે પરિણામ આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હોમ–સ્ટેટ ગુજરાતમાં એક બેઠક ઓછી થવાની સાથોસાથ સંખ્યાબધં બેઠકો પર ભાજપની લીડમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત દરેક લોકસભાની બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠકો પૈકીની ઘણી બેઠકોમાં ભાજપની લીડમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જે ગુજરાતની ભાજપ સરકાર અને પ્રદેશ ભાજપ સંગઠન બંનેમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યાં છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application